સામૂહિક દુષ્કર્મ…!

કળિયુગી પુત્રનું પરાક્રમ...!
કળિયુગી પુત્રનું પરાક્રમ...!

કતારગામમાં માનસિંગ(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં 37 વર્ષીય પત્ની મોહિની( નામ બદલ્યું છે) અને બે સંતાન છે. માનસિંગ રત્ન કલાકાર છે. કતારગામની 37 વર્ષીય પરિણીતા પર બે જણાએ દુષ્કર્મ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બે પૈકી એક પરિણીતાના પતિનો જ મિત્ર છે. તેણે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી રેપ કર્યો હતો.

માનસિંગનો મિત્ર પ્રકાશ ઉર્ફે પકો વોરા( રહે. રુક્મિણી સોસાયટી, બાપા સીતારામ ચોક) અવારનવાર આવતો હતો. પ્રકાશે મોહિનીને કહ્યું હતું કે તેના પતિના બીજી યુવતીઓ સાથે આડાસંબંધ છે. મોહિનીએ કહ્યું હતું કે તેં ખોટું બોલે છે.

ત્યારે પ્રકાશે કહ્યું, મારી પાસે પુરાવા છે. તેણે પુરાવા લેવા માટે પ્રકાશે મોહિનીને પીપલોદ બોલાવી હતી. મોહિની પીપલોદમાં એમ સુરેશ એન્ડ કંપનીના ફાર્મ હાઉસમાં ગઈ હતી. ત્યાં મોહિની અને પ્રકાશ સિવાય કોઈ ન હતું. ત્યાં મોહિનીએ પુરાવા માગતાં પ્રકાશે મોહિની પર બળાત્કાર ગુજાર્યો હતો.

મોહિનીએ પુરાવા માગતાં પ્રકાશે આપ્યા ન હતા. ત્યારે પ્રકાશે મોહિનીને ધમકી આપી કે જો કોઈને વાત કરશે તો બદનામ કરી નાખશે. ત્યાર બાદ થોડા દિવસમાં પ્રકાશે મોહિનીને કતારગામમાં નારાયણનગરમાં આવેલા મિત્ર રમેશના ગોડાઉન પર બોલાવી, ત્યાં બંનેએ બળાત્કાર કર્યો હતો, જેથી પ્રકાશ અને રમેશ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી છે.

પ્રકાશે પતિ વિરુદ્ધના પુરાવા શેઠના ફ્લેટ પર છે કહેતા મોહિની ઇચ્છાપોર ખાતે પ્રકાશના શેઠના ફ્લેટ પર ગઈ હતી. ત્યાં પ્રકાશે મોહિનીને કેફી પીણું પીવડાવી ફરી રેપ કર્યો હતો.

મોહિનીને હોંશ આવતાં પ્રકાશે કહ્યું, તેના થકી તે પુત્રનો પિતા બનવા માગે છે. પ્રકાશની વાત સાંભળી મોહિની ચોંકી હતી. હું જેમ કહું એમ ન કરે તો પ્રકાશે તેના પતિને બધી વાત કહેવાની તથા બળાત્કારનો વીડિયો બતાવવાની ધમકી આપી 80 હજાર પણ પડાવ્યા હતા.

Read About Weather here

ત્યાર બાદ વારંવાર બ્લેકમેઇ કરતો હતો. તે વારંવાર કહેતો કે તેનાથી પુત્ર જોઈએ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here