સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ

સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયા છે. ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાએ મેદાન માર્યું છે સૌથી વધુ 95.41 ટકા પરિણામ જાહેર થયું છે. સૌથી ઓછું વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ આવ્યું છે.આ વખતે સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારૂ કેન્દ્ર ડભોઇ છે. જેનું પરિણામ 56.43 ટકા રહ્યું છે. 10 ટકાથી પણ ઓછું પરિણામ લાવનાર એક જ છે. રાજ્યની 1064 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાબેતામુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ આવી ગઈ છે. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધુ રહ્યું છે.શિક્ષણ વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, જૂન મહિનાની શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મીનીસ્ટર કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાયો હતો. જેમાં શિક્ષણ બધા અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત રહ્યા હોવાથી પરિણામ ગયા મહીને જાહેર કરી શકાયું ન હતું. હવે પરિષદ પૂરી થઇ ગઈ છે એટલે પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. તા.6 જૂન સોમવારે ધો.10 નું બોર્ડનું પરિણામ પણ જાહેર થઇ જશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ લતયબ.જ્ઞલિ પર પરિણામ જાહેર થશે. સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.2 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લો મેદાન મારી ગયો છે. સૌથી વધુપરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા આવ્યું છે. જયારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે.

Read About Weather here

લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12 ટકા અને સૌથી ઓછું દાહોદ લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા પરિણામ રહ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અ-1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ અને અ-2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 12 સાયન્સનાં ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા રહ્યું છે. 2020માં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.19 ટકા રહ્યું હતું. એટલે આ વર્ષે ઘણું ઊંચું પરિણામ આવ્યું છે.2020 371771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 283624 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 335145 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી કુલ 291287 જેટલા વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓમાં 144198 વિદ્યાર્થીઓ છે અને 147089 જેટલી વિદ્યાર્થીનીઓ છે. આ રીતે વિદ્યાર્થીનીઓએ આગળ નીકળી જઈને વધુ મેદાન માર્યું છે. શારીરિક ખોડખાપણ ધરાવતા કુલ 2075 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતો. દ્રષ્ટિહીનતા ધરાવતા 79.10 ટકા તથા બહેરા-મુંગા હોય એવા 87.28 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં કુલ 12 જિલ્લાઓ એવા રહ્યા છે જ્યાં સામાન્ય પ્રવાહનું પ્રમાણ 90 ટકા જેવું રહ્યું છે. જયારે 21 જિલ્લાઓમાં 80 ટકા કે તેથી વધુ આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here