સાત વિશેષ પ્રતિભાઓને સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ પારિતોષિકથી સન્માનિત કરાયા

સાત વિશેષ પ્રતિભાઓને સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ પારિતોષિકથી સન્માનિત કરાયા
સાત વિશેષ પ્રતિભાઓને સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ પારિતોષિકથી સન્માનિત કરાયા

ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટની રજતજયંતિ વર્ષ પ્રસંગે સાત વિશેષ પ્રતિભાઓને સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ પારિતોષિકથી સન્માનિત કરાયા

કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલારા, ડો. દર્શિતાબેન શાહ, મેયર ડો. પ્રદીપ ડવ, બિપીન પલાણ સહિતના રાજકીય, સહકારી અને સામાજીક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ

ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ સંસ્થાના 26 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે શહેરની સાત વિશેષ પ્રતિભાઓને કંચન બોટલીંગ પ્રા. લી. ના સહયોગથી સતત ચોથા વર્ષે સોસિયો પ્રાઈડ ઓફ રાજકોટ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ સમારોહ કંચન બોટલીંગના ચેરમેન બીપીનભાઇ પલાણના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ પશ્ર્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, સહકારી અગ્રણી રાજુભાઇ ભંડેરી, અગ્રણી બિલ્ડર સર્વાનંદભાઈ સોનવાણી, નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, મુકેશભાઇ દોશી, ડી. વી. મેહતા, કિરીટભાઈ પટેલ, કીરેનભાઈ છાપીયા, યશભાઈ રાઠોડ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, રમેશભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.સોસિયો પ્રાઇડ ઓફ રાજકોટ 2023 પારિતોષિકથી સન્માનિત થનાર વિશેષ પ્રતિભાઓમાં ડો. મયંકભાઈ ઠક્કર, ઉમેશભાઈ વાળા, મયુરભાઈ શાહ, નિલેશભાઈ પંડયા તેમજ ડો. પ્રવીણભાઈ નિમાવતને અર્પણ કરાયેલ હતો.

જ્યારે બે સેવાકીય સંગઠન જેમાં અબોલ જીવો માટે વોઇસ ફોર વોઇસલેસનું કાર્ય કરતી સંસ્થા જીવદયા ગ્રુપ તેમજ નાના બાળકોમાં થનાર ડાયાબિટીસના રોગ માટે નિદાન, જાગૃતિ એન દવા સહિતની સહાય કરતું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને એવોર્ડ અર્પણ કરવામાં આવેલ હતો.અઢી દાયકાની ફ્રીડમ યુવા ગ્રુપની સેવાને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલારાએ પ્રાસંગિક ઉદઘાટન દરમ્યાન બિરદાવેલ હતું.

Read About Weather here

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક ભાગ્યેશ વોરાની આગેવાની હેઠળ મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, અલ્પેશ પલાણ, નિમેશ કેસરીયા, ચંદ્રેશ પરમાર, રસિક મોરધરા, જયપ્રકાશ ફૂલારા, ધવલ પડીઆ, હર્ષદ ચોક્સી, વિશાલ અનડકટ, અલ્પેશ ગોહેલ, રિતેશ ચોક્સી, પુનિત બુંદેલા, રાજ ચાવડા, મિલન વોરા, જીગ્નેશ આહીર, જય દૂધૈયા, સાવન ભાડલિયા, જય આહીર, રાજન સૂરૂ, અભિજીત આહીર, વિરલ પલાણ સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here