સાણથલી બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લા પંચાયતની જસદણ તાલુકાની પેટા ચૂંટણીમાં
સાણથલી અને શિવરાજપૂર બેઠકમાં કોંગ્રેસનો વિજય: જિલ્લા ભાજપમાં જૂથવાદથી સીટ ગુમાવ્યાની ચર્ચા

રાજકોટ જિલ્લા પંચાયતની જસદણ તાલુકાની બેઠકની પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયા બાદ આજે મતગણતરી યોજાતા સાણથલી બેઠક અને શિવરાજપુર બંન્ને બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસે શિવરાજપુર બેઠક જાળવી રાખી છે. જ્યારે સાણથલી બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે.

જસદણની મોડેલ સ્કૂલ ખાતે ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેકટર પી. જે. ગલચરના અધ્યક્ષસ્થાને મતગણતરી યોજાતા શિવરાજપુર બેઠકમાં ભાજપના છગનભાઈ રવજીભાઈ તાવિયાને 3527, કોંગ્રેસના વિનુભાઈ જગદીશભાઈ મેણીયા

ને 5616, આપના ઉમેદવાર એવા આંબરડી ગામના સરપંચ રૂપસંગભાઇ પોપટભાઇ સોલંકીને 1942 મત મળતાં કોંગ્રેસ નાં વિનુભાઈ મેનીયા નો 2089 મતની સરસાઈ થી વિજય થયો હતો.

શિવરાજપુર બેઠકમાં 51.41 ટકા અને સાણથલી બેઠકમાં 53.61 ટકા મતદાન નોંધાયું હતું. તા. 28-02-2021 નાં રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવરાજપુર બેઠકમાં 70.50 ટકા અને સાણથલી બેઠકમાં 54.04 ટકા મતદાન નોંધાયું હતું.

શિવરાજપુર બેઠકમાં કોંગ્રેસનાં જી. પં. નાં સભ્ય રણજીતભાઈ મેણીયાનું કોરોનાને લીધે અવસાન થતાં તેમજસાણથલી જી. પં.ની બેઠકનાં ભાજપનાં નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું અવસાન થતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી.

જસદણ તાલુકાની સાણથલી જી. પં.ની બેઠકમાં ભાજપમાંથી વિજેતા થયેલા નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું અવસાન થતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના તા. પં. ના પૂર્વ સભ્ય રસીલાબેન રમેશભાઈ વેકરીયાને 4868,

કોંગ્રેસના જી.પં. પૂર્વ સભ્ય શારદાબેન વિનુભાઈ ધડુકને 5103 અને આમ આદમી પાર્ટીના રીટાબેન સુરેશભાઈ વાડોદરિયાને2867 મત મળતાં કોંગ્રેસ નાં શારદાબેન ધડુક 235 મતની સરસાઈ થી જીત્યા હતા.

સાણથલી બેઠકમાં નોંધાયેલા 12647 પુરુષ , 11694 સ્ત્રી મળી કુલ 24341 મતદારો પૈકી 7051 પુરુષ, 5697 સ્ત્રી મળી કુલ 13048 મતદારોએ મતદાન કરતા 53.61 ટકા મતદાન નોંધાયું હતું.

સાણથલી, પ્રતાપપુર, ઈશ્વરીયા, ડોડીયાળા, મેઘપર, રાણપરડા, ઝુંડાળા, જીવાપર સહિતના સાણથલી બેઠકના ગામડાઓના કુલ 28 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું.

Read About Weather here

ફેબ્રુઆરી 2021 માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના નિર્મળાબેન ધનજીભાઈ ભૂવાને 6276 મત, કોંગ્રેસના શારદાબેન વિનુભાઈ ધડકને 6001 મત મળતાં ભાજપના નિર્મળાબેન ભુવનો માત્ર 275 મતની સરસાઇથી વિજય થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here