1000 થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવશે: શહેરના તમામ શ્રેષ્ઠીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’કાર્યાલયની મુલાકાતે પધારેલા મનપાના વોર્ડ નં.2 ના કોર્પોરેટર જયમીન ઠાકર, હરીશિંગ ઈશ્ર્વરશીંગ ગુરૂદ્વારા (રાજકોટ), અલાઉદ્દીનભાઈ કારીયાણીયા, અલ્તાફભાઈ સુમરા સહિતઓએ સમૂહ લગ્ન આયોજન વિશે માહિતી આપી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ 101 નવદંપતીને આશીર્વાદ આપશે
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની રકતતુલા કરાશે
સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટ દ્વારા આગામી તા. 27 ને રવિવારના રોજ સવારે 10 વાગ્યે રેષકોર્સ ગ્રાઉન્ડ ફનવર્લ્ડ ખાતે સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટ આયોજીત સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન એકતાનું પ્રતિક બનશે ત્યારે આ સર્વે જ્ઞાતિના સમૂહ લગ્નનું ઉદ્દઘાટન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહીને કરશે. સમૂહ લગ્ન દરમિયાનના વિવિધ કાર્યક્રમો દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રક્તતુલા કરવામાં આવશે. આ સમૂહ લગ્નની સાથે પ્રધાનમંત્રી જીવન વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સમુહ લગ્નમાં નોંધણી કરાવવા માટે હનુમાન મઢી ચોક, ભગવતી હોલની બાજુમાંલ રૈયારોડ ખાતે સંપર્ક કરવો. વધુ વિગત માટે મો.નં. 70163 50870 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સર્વે જ્ઞાતિય સમુહ લગ્નમાં 101 યુગલોઓ પ્રભુતામાં પગલાં માંડશે. સમુહ લગ્નમાં એક તરફ નિકાહ તો બીજી તરફ સાત ફેરાં ફરતાં યુગલોઓ જોવા મળશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નમાં ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકર, પ્રમુખ અલાઉદ્દીનભાઈ એન. કારીયાણીયા, ઉપપ્રમખ અલ્તાફભાઈ એ. સુમરા, મયુરધ્વજસિંહ એમ. જાડેજા (જે.એમ.જે. ગ્રુપ), મુકેશભાઈ દોશી-રાજકોટ (લોર્ડસ હોટલ સોમનાથ-વેરાવળ), જયેશભાઈ રાજપુત (રાજકોટ), હરીશિંગ ઈશ્ર્વરશીંગ ગુરુદ્વારા (રાજકોટ), અજયસિંહ જાડેજા (ભાજપ અગ્રણી-રાજકોટ), નરેન્દ્રસિંહ નટુભા ઝાલા (ખેરવા), રામભાઈ નાથાભાઈ ઓડેદરા
Read About Weather here
(લંડન-યુકે), અરશીભાઈ લીલાભાઈ સેલાર (લંડન-યુકે), હરભમભાઈ ભીમાભાઈ કુચડીયા (લંડન-યુકે), હુશેનભાઈ શેખ (રીટાયર્ડ એ.એસ.આઈ.-રાજકોટ), હાજી. હુશેનભાઈ માંડરીયા (રાજકોટ), ઈસ્માઈલભાઈ શેખ (રાજકોટ), હુશેનભાઈ સૈયદ (ભાજપ કાર્યકર-રાજકોટ), જતીનભાઈ માનસતા (રાજકોટ), હારૂનભાઈ શાહમદાર (રાજકોટ) સહિત સાગર ફાઉન્ડેશન ગ્રુપ – રાજકોટના સભ્યો સર્વે જ્ઞાતિ સમુહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવ જહેમત ઉઠાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here