વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મ ‘ જવાન, પઠાણ અને ડંકી’ રિલીઝ થશે. છેલ્લા ઘણા સમયથી પડદાથી દૂર રહ્યા બાદ બોલિવૂડના કિંગખાન એટલે કે શાહરુખ ખાને ફેન્સને સરપ્રાઈઝ આપીને ત્રણ મોટી ફિલ્મની જાહેરાત કરી છે. આ ત્રણ ફિલ્મ પૈકી એક ફિલ્મ ‘જવાન’ને સાઉથના મોટા નિર્દેશક એટલી કુમારે ડાયરેક્ટ કરી છે. આ પહેલાં એટલી ‘થેરી’ અને ‘બીજીલ’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુક્યા છે.તો આ ફિલ્મ વિશે તાજેતરની અટકળો તો એવી લગાવામાં આવી છે કે, સાઉથના સુપરસ્ટાર વિજય, જે એટલી અને શાહરૂખ ખાન બંનેના ખાસ મિત્ર છે, તે આ ફિલ્મમાં કેમિયોનો રોલ નિભાવતા જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત માહિતી અનુસાર, થાલાપતિ વિજય તેના પાત્ર માટે કોઈ ચાર્જ લેશે નહીં. તમને જણાવી દઈએ કે ‘જવાન’નું ટીઝર થોડા અઠવાડિયા પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં શાહરૂખ ખાનની સ્ટાઈલ અને એક્શન જોઈને ફેન્સ અચંબામાં પડી ગયા હતા.ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાનની સાથે અભિનેત્રી નયનથારા અને વિજય સેતુપતિ પણ લીડ રોલમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં થલપથી વિજયનો એક નાનો રોલ હશે, જેના માટે તે કોઈ ફી લેશે નહીં.
Read About Weather here
હાલમાં જ આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.’જવાન’ શાહરૂખની સંપૂર્ણ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. આ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. ‘જવાન’ 2 જૂન, 2023ના રોજ 5 ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.અતો બીજી તરફ માહીતી અનુસાર, થલપતિ વિજય ‘જવાન’ માટે એક જ દિવસનું શુટિંગ કરશે. તે ફિલ્મ માટે કોઇ ફી લેશે નહી. ફિલ્મ ‘જવાન’ 2 જૂન 2023ના રોજ રિલીઝ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here