દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર સૈનિક પરિવારજનોના કલ્યાણ માટે ઉદારા હાથે ફાળો આપવા કલેકટરનો અનુરોધ
ભારત વર્ષની સુરક્ષા અને સલામતી માટે સેવારત વીર સૈનિકોના પરિજનો ગૌરવ અને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે પ્રતિ વર્ષ 8 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવવામાં આવે છે,જેમાં દેશવાસીઓ દ્વારા દાન આપવામાં આવતું હોઈ છે.વર્ષ 2021-22 માં રૂ. 20 હજારથી વધુ દાન આપનાર દાતાઓનું કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે કલેકટર અરૂણ મહેશ બાબુએ સર્વે દાતાઓનો આભાર માની જણાવ્યું હતું કે,રાષ્ટ્રની સરહદો તેમજ આંતરિક રક્ષા કરતા શહિદ વીર જવાનો તેમજ શારીરિક રીતે ઈજાગ્રસ્ત સૈનિકો અને તેમના પરિવારજનોને આર્થિક રીતે પગભર થવામાં,તેમના શિક્ષણ અને આરોગ્ય, દીકરીઓના લગ્ન અર્થે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ વિભાગ કાર્યરત છે.દેશવાસીઓની પવિત્ર ફરજ છે કે તેઓની જરૂરિયાત સમયે આપણે તેમની સાથે રહેવું જોઈએ. ગત વર્ષે રૂ.25 લાખના ટાર્ગેટ સામે પૂર્વ શહિદ સૈનિકો તેમજ તેમના પરિવાજનોના ક્લ્યાર્થે સરકારી, અર્ધ સરકારી વિભાગો,બોર્ડ નિગમો, શાળા,કોલેજ, સામાજીક સંસ્થાઓ તેમજ વ્યક્તિગત લોકો દ્વારા ગત વર્ષે રૂ. 37.40 લાખ ફાળો આપવામાં આવ્યો હતો. તેજ રીતે વર્ષ 2023 માં પણ ઉદાર હાથે ફાળો આપવા કલેકટરએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ હેઠળ 3,652 પૂર્વ સૈનિકો, 723 સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ,12,402 આશ્રિતો સહિત કુલ 16,777 લાભાર્થીઓ નોંધાયેલા છે. જેઓને ગત વર્ષે રૂ.37,30,500 ની વિવિધ આર્થિક સહાય ચુકવવામાં આવી હોવાનું કમાન્ડર સંદીપ જયસ્વાલે જણવ્યું હતું.
Read About Weather here
સૈનિક કલ્યાણ અર્થે આપવામાં આવતું દાન 80 જી અંતર્ગત ઇન્કમ ટેક્ષમાં કરમુક્ત રહે છે. કલેકટર કચેરી ખાતે આયોજીત વિશેષ સન્માન સમારંભ તેમજ ત્રિમાસિક બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ કમાન્ડર સંદીપ જયસ્વાલ, કેપ્ટન આર.એસ.જાડેજા,કેપ્ટન જયદેવ જોશી, એ.સી.પી. પઠાણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here