સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમેળામાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા

સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમેળામાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા
સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમેળામાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર મારૂતિનગરના છાત્રોએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. વિજ્ઞાન મેળો એસ.એસ. ચૌધરી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સરસ્વતી શિશુમંદિર માધ્યમિક વિભાગના છાત્રો સવસેટા રાજ અને લાઠીયા ગૌરવે ગણિતના મોડેલ આધારિત ચતુષ્કોણના ગુણધર્મો ચકાસવાની કૃતિ રજૂ કરેલી હતી, આ કૃતિનો જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે.આ ઉપરાંત સરસ્વતી શિશુમંદિર રણછોડનગર પ્રાથમિક વિભાગના છાત્રોએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો

Visit Saurashtra Kranti Homepage here

જેમાંથી ગુજરાતી મુખપાઠ સ્પર્ધામાં ધ્વનિલ પીઠડીયા પ્રથમ અને આટકોટિયા દૃષ્ટિ તૃતીય, હિંદી મુખપાઠ સ્પર્ધામાં ગુંજન કાછેલા પ્રથમ અને કુજ લિયા તૃતીય, ચિત્ર સ્પર્ધામાં નેત્રા ચાવડા પ્રથમ, વકૃત્વ સ્પર્ધામાં કાવ્યા પીપળીયા તૃતિય, નક્ષ રામાણી અને શ્રેયા ચાંગાણી ચતુર્થ, જીલ ધોળકિયા પાંચમા તેમજ વેશભૂષા સ્પર્ધામાં હિરાલી ગોસ્વામી તૃતીય અને દૃષ્ટિ ચૌહાણ પાંચમા ક્રમાંક પર વિજેતા થયા છે. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here