સરકારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડયો છે: અમિત શાહ

સરકારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડયો છે: અમિત શાહ
સરકારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડયો છે: અમિત શાહ

દેશભરમાંથી આવેલા 2100 કરતાં વધારે સહકારી બંધુઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી દેશ- વિદેશમાંથી જોડાયેલા અંદાજે 6 કરોડ લોકોને સંબોધન આપ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે સહકારિતા સાથે જોડાયેલા અનેક મહાનુભાવોએ દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી બી.એલ.વર્મા, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ (ગ્લોબલ) ના અધ્યક્ષ ડો. એરિયલ ગ્લાર્કો, સહકારિતા મંત્રાલય અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ

તેમજ ભારતની અગ્રણી સહકારી સંસ્થાઓ- ઇફકો, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ, અમૂલ, સહકાર ભારતી, નાફેડ અને કૃભકો સહિત સમગ્ર સહકારી પરિવારના અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ દેશભરમાંથી આવેલા 2100 કરતાં વધારે સહકારી બંધુઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી દેશ- વિદેશમાંથી જોડાયેલા અંદાજે 6 કરોડ લોકોને સંબોધન આપ્યું હતું.

જેની શરૂઆત પંડિત દીન દયાળ ઉપાધ્યાયની અંત્યોદયની નીતિનો ઉલ્લેખ સાથે કરી હતી.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારિતા શબ્દ સહ અને કાર્ય શબ્દો જોડીને બનાવવામાં આવ્યો છે.

હળીમળીને એક લક્ષ્ય સાથે બંધુત્વની ભાવનાથી એક દિશામાં કામ કરવું તે સહકારિતા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારે ખર્ચ કરતાં વધારે લધુતમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા દેશના 11 કરોડ ખેડૂતોને 1,58 ,000 કરોડ રૂપિયા સીધા ઉઇઝ ના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે.

વર્ષ 2002 માં અટલજીની સહકાર નીતિ લઇને આવ્યા હતા અને હવે 2021-22માં મોદીજી થોડા સમયની અંદર નવી સહકાર નીતિ લઇને આવશે. તેમણે કહ્યું હતું કે,

Read About Weather here

આઝાદીના 75 વર્ષમાં અમૃત મહોત્સવમાં નવી સહકાર નીતિ બનાવવાની શરૂઆત કરવામાં આવશે, પેક્સને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવશે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here