સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા પરમ પૂજ્ય આઇ શ્રી સોનલ બીજની ઉજવણી કરાઇ

સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા પરમ પૂજ્ય આઇ શ્રી સોનલ બીજની ઉજવણી કરાઇ
સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા પરમ પૂજ્ય આઇ શ્રી સોનલ બીજની ઉજવણી કરાઇ
રાજકોટના ખોડીયારનગરમાં સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા ધામધુમથી પરમ પૂજ્ય આઈશ્રી સોનલ બીજની ઉજવણી કરાઈ, શિવમ ગ્રુપના રણજીતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત તા.24 અને 25 ડિસેમ્બરના સમસ્ત ચારણ ગઢવી સમાજના ઉપક્રમે જગદંબા પ્રાત સ્મરણીય આઈશ્રી સોનલમાંના 99 માં જન્મોત્સવની ઉજવણી ખોડીયારનગર ખાતે કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

ગત તા. 24 ના પૂર્વ સંધ્યાએ ભાતીગળ લોક ડાયરો યોજાયેલ. જેમાં કલાકાર હકાભા ગઢવી, હમીરભા ગઢવી, કિશોરદાન ગઢવી તેમજ મીતરાજ ગઢવીએ સવારના 4:30 સુધી રંગત જમાવી બહોળી સંખ્યામાં ચારણો ઉપરાંત ચરણેતર જગદંબાને માનનારા કાઠી દરબારો, ક્ષત્રિયો તેમજ તમામ જ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને દરબારશ્રી મંગળુભા ખાચર (ખેરડી) ઉપસ્થિત રહ્યા, ગઢશિશા કચ્છના પરમ પુજય આઈશ્રી માયાઆઈયે આર્શીવચનો આપ્યા, સવારે 8 વાગ્યાથી ભવ્ય શોભાયાત્રા ગીતાનગરના ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરાઈ અને બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમા એ.સી.પી. જે.બી. ગઢવી (ટ્રાફીક) રાજકોટ તેમજ રામભાઈ જામંગ ચેરમન સોનલમાં એજયુ. ચેરી.ટ્રસ્ટ, ચંદુભા સાબા ચેરમેન ગઢવી ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો.ટ્રસ્ટ તેમજ રમેશભા જામંગ પ્રમુખ સોનલમાં સેવા સહાય ટ્રસ્ટ, તેમજ ઉદ્યોગપતિ રણજીતભા ઈસરાણી, ઉદ્યોગપતિ લક્ષ્મણભા જામંગ, સમૂહ લગ્નના પ્રમુખ હરીશભાઈ લાંબા, નરહરભાઈ આપાભાઈ બળદા, હરેશભા રાબા અધિકારી, પી.આઈ.એ. તેમજ હાર્દિકભાઈ પ્રફુલભાઈ ગઢવી ફાયર ઓફિસર, તેમજ ગઢવી જ્ઞાતિના હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો , વડીલો, યુવાનો જોડાયા હતા.

વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં જે.બી.ગઢવી, આસી. કમિશનરએ વિદ્યાર્થીને ગરમ ભોજનના ટિફિન આપ્યા હતા. રોકડ પુરસ્કાર લક્ષ્મણભાઈ (વેરવ) લાંબા (લંડન) તરફથી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. સોનલ બીજ ઉપરાંત ખોડીયારનગરના ચારણોયે 12 બીજ માતાજીના પ્રાગટીય શતાબ્દી મહોત્સવ આખું વર્ષ દર મહિનાની અજવાળી બીજ ઉજવવાનું નકકી કર્યું છે. તેની જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવા અને મહિનાની અજવાળી બીજના ખોડીયારનગરમાં કાર્યક્રમાં ખાસ હાજરી આપવા નિમંત્રણ પાઠવેલ છે. તેમજ પ્રમુખ પ્રકાશભાઈ કવલની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા ગઢવી, ભરતભા ગઢવી, હમીર ગઢવી, રવીરાજ નાગૈયા વગેરે 100 થી વધુ યુવાનોએ ખુબજ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here