જાગૃતિ રેલીમાં ઉત્સાહભેર ઉમટી પડવા માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવની અપીલ
સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા કોળી સમાજ એકતા અને સમાજ જાગૃતિ માટેનું આયોજન રાખેલ છે. આ રેલી તા.13ને શુક્રવારના રોજ સાંજે 6 કલાકે થી રાત્રે 10 કલાક સુધી આયોજન કરેલ છે. તા.14ના રોજ મહારેલીનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત રાજયના જળ સંસાધન અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ તમામ સમાજના ધારાસભ્યોની અધ્યક્ષ સ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
આ રેલીનો રૂટ સીતારામનગર કોર્પોરેશનના પ્લોટ થી શ્યામનગર મેઈન રોડ, સાંદિપની સ્કુલ, ન્યુ શક્તિ સોસાયટી, વેલનાથ ચોક, દૂધસાગર રોડ, બાલ કૃષણ મેઈનરોડ, આંબાવાડી મેઈનરોડ, સંતકબીર રોડ, કનકનગર મેઈનરોડ, રાજારામ મેઈનરોડ, સદગુરૂ સોસાયટી, મયુરનગર મેઈનરોડ, ભાવનગર રોડ, લાખાજીરાજ મેઈનરોડ, ચુનારાવાડ ચોક, અંબિકાનગર, સીતારામ સોસાયટી સુધીનો છે. આ રેલી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય તા.13ને શુક્રવાર, રાત્રે 10 કલાકે તથા તા.14ને શનિવાર, બપોરે 12 કલાકે સ્થળ: રાજમોતી મીલની પાછળ, સીતારામ સોસાયટી, ખાતે રાખવામાં આવેલ છે.
Read About Weather here
સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજીત આ રેલીમાં સમસ્ત કોળી સમાજના તમામ લોકોને ઉત્સાહભેર ઉમટી પડવા મહાનગરપાલિકાના વોર્ડ નં.6ના કોર્પોરેટર તથા માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન મનસુખભાઈ જાદવએ અપીલ કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here