રાજકોટ શહેર પોલીસની એક પાંખ એટલે પેરોલ ફર્લો સ્કવોર્ડ. તેના દ્વારા આજે રાજકોટ જામનગર બાયપાસ રોડ સોખડા ચોકડી ખાતેથી 59 દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવી હતી.વિસ્તારથી વિગત જોઇએ તો પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની સુચના અનુસાર ઇન્ચાર્જ એસીપી વાય.બી.જાડેજા દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર પીએસઆઇ કે.ડી.પટેલ અને તેની સમગ્ર ટીમ દ્વારા સોખડા ચોકડી પાસે રેઇડ કરીને દારૂ ભરેલ સદ્ભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. જેમાં ડ્રાઇવર વિજય વાઘેલા, દારૂ મંગાવનાર સુરેશ જીતીયા, નરેશ જીતીયાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે દારૂનો જથ્થો મોકલનાર ચાપરાજની શોધખોળ આદરી હતી. પોલીસે 59 બોટલ દારૂ કિ.રૂ.29.500 અને એમ્બ્યુલન્સ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
59 બોટલ દારૂ ભરેલ એમ્બ્યુલન્સ ઝડપી પાડતા અનેક ચર્ચાઓનો ગણગણાટ પણ શરૂ થયો છે. બે મહિના પૂર્વે શહેરના પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે એક દારૂની પેટી સાથે એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી પરંતુ ખાસ અધિકારીએ વહીવટ કરીને તેનો ગુનો માફ કરી એટલે કે કાઇ કાર્યવાહી કર્યા વિના જવા દીધો હતો. થતી ચર્ચા મુજબ તે જ અધિકારી દ્વારા આ એમ્બ્યુલન્સ પકડવામાં આવી છે. ઉપરાંત શહેરમાં આવી અનેક એમ્બ્યુલનસની આડમાં આવા ધંધાઓ ચાલી રહ્યા છે. જે પોલીસ માટે પણ તપાસનો વિષય ગણી શકાય.
અગાઉ શહેરની પ્રદ્યુમનનગર પો.સ્ટેની ચોક્કસ શાખાને એક એમ્બ્યુલન્સમાં દારૂ હોવાની બાતમી મળી હતી. આ એમ્બ્યુલન્સ રણછોડનગર પાણીના ઘોડાથી પારવડી ચોક થઈને પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પ્રવેશતા પ્ર.નગર પોલીસ સ્ટેશનની ચોક્કસ બ્રાન્ચનાં સ્ટાફે અટકાવીને તલાસી શરૂઆત કરતા આશરે બે પેટી ઈંગ્લીશ દારૂ હોવાનું માલુમ પડ્યું હતું.
એમ્બ્યુલન્સ સંચાલકની ટીમ આ આખા પ્રકરણને ઢાંકપછેડો કરવા પ્ર.નગર પો.સ્ટેશને દોડી ગયા હતા અને સમગ્ર પ્રકરણને સંકેલવામાં સફળ થયા હતા. અનેક લોકો સિવિલે પડ્યા પાથર્યા રહેતા કેટલાક અહીં એમ્બ્યુલન્સની આડમાં દારૂ, ગાંજો અને ચરસ જેવી માદક દ્રવ્યોની હેરાફેરી ચાલુ કરી દીધી છે. કેટલાક કિસ્સાઓમાં તો ડમી ઉભા દર્દી કરીને ગ્લુકોઝનો બાટલો લગાવીને ચોક્કસ જગ્યાએ માલની ડિલીવરી પહોંચાડી દેવામાં આવે છે.
તેવું કેમ્પસના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા બે-ત્રણ પેટી ડિલીવરીમાં પકડાઈ ગયેલી એમ્બ્યુલન્સને તેના સંપર્ક કામ આવ્યાનું જાણકારોનું મંતવ્ય છે. સાથે સાથે અહીં ઉપયોગ લેવાતી એમ્બ્યુલન્સ પણ માનવીય ચહેરો હોય તંત્રનું વલણ ઘણું નરમ હોય છે. પરંતુ પોલીસ અને તંત્રની આવી નરમીનો ભરપુર લાભ બુટલેગરો અને અસામાજિકો લઇ રહ્યા છે.
Read About Weather here
અગાઉ હાલમાં ખાસ બ્રાન્ચમાં કામ કરતા એક અધિકારીએ જ એમ્બ્યુલન્સની આડમાં દારૂની ડિલીવરી કરવા નિકળેલા બુટલેગરની ભેદી વાન પોલીસવાળાઓએ પકડી પાડી તોડ પાણી કર્યાની વાત ચારેકોર ચર્ચાઈ હતી. આ આખા બનાવ પાછળ જીગુડીની જાદુગરી કામ કરી ગઈ હોવાની બજારમાં હવા ફેલાઈ હતી.હાલમાં પેરોલ ફ્લો સ્કવોર્ડ દ્વારા 59 પેટી દારૂ એમ્બ્યુલન્સમાંથી પકડવામાં આવ્યો છે તે સારી બાબત છે પરંતુ આવી કેટલી એમ્બ્યુલન્સો રાજકોટમાં ચાલી રહી છે તેને પણ પકડવી જોઇએ નહીં કે તોડ પાણી કરીની જવા દેવા જોઇએ !!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here