રાજકોટમાં પૂજય સદ્ગુરૂદેવ રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા પ્રેરણાથી દર વર્ષની જેમ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા રણછોડદાસજીબાપુ સદ્ગુરૂ આશ્રમ ખાતે તા.13 ને બુધવારના રોજ શ્રી ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે.જેમાં તા.13 બુધવારના રોજ વહેલી સવારે મંગળા આરતી 5:30 કલાકે તથા સાયંકાલીન મહાઆરતી 7:30 કલાકે કરવામાં આવશે. સવારના 8:30 થી 10:30 વાગ્યા સુધી પૂજય શ્રી સદ્ગુરૂદેવનું પુજન ષોડષોપચાર પુજન, શ્રી રામરક્ષા સ્ત્રોત, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠ શ્ર્લોક, પાઠ તથા એક એક શ્ર્લોક સાથે પુષ્પાજંલી પ.પૂ.શ્રી સદ્ગુરૂદેવ ભગવાનને અર્પણ થશે. આ પૂજનમાં સ્વાધ્યાય સાથે રાખીને દરેક ગુરૂભાઈઓ તથા બહેનોને તેમજ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે.
Visit Saurashtra Kranti Homepage here
પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનના દર્શન ઝાંખી માટે સવારે 5:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી તથા બપોરે 3 થી રાત્રિના 11:30 વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લુ રહેશે. ચરણ પાદુકાના દર્શન સવારે 11 થી 1:30 તથા બપોરે 3 રાત્રીના 11:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ સમય દરમ્યાન ભાવિકો સદ્ગુરૂદેવ ચરણ પાદુકાના દર્શનનો લાભ લઈ શકશે. ગુરૂપૂર્ણિમા મહોત્સવ દરમ્યાન સદ્ગુરૂદેવ ભગવાનના ભોજનરૂપી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.
જેથી સદ્ગુરૂ મહાપ્રસાદ લેવા માટે સમગ્ર રાજકોટ શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્ર તથા બહાર ગામના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો તેમજ ગુરૂભાઈઓ-બહેનો, બાળકોને પરિવાર સાથે પધારવા શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે. મહાપ્રસાદનો સમય સવારના 11 થી બપોર 2:30 સુધી અને મહાપ્રસાદનું સ્થળ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, ગ્રાઉન્ડ નં.ર, નાગબાઈ પાનવાળી શેરી, જૂનો કુવાડવા રોડ, રાજકોટ ખાતે રહેશે. દર વર્ષની માફક આ વર્ષે પણ પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનની રક્ષાદોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવશે. તેનો સમય સવારના 6 થી બપોરના 1:30, બપોરના 3 થી રાત્રિના 11:30 સુધીનો રહેશે. આ સાથે શ્રી સદ્ગુરૂ મનોકામના સંપૂર્તિ યજ્ઞનું સવારે 10 થી રાત્રિના 11:30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે.
Read About Weather here
જેમાં શ્રી ગુરૂપૂર્ણિમાના મંગલ દિવસે મનોકામના સંપૂર્તિ યજ્ઞમાં દરેક ભકતજનો અક્ષત (ચોખા) અર્પણ કરી પોતાની આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકત થશે. આ તકે સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રી સદ્ગુરૂ બ્લડ ડોનેશન કેમ્પ સવારના 9 થી બપોરના 1:30 તથા સાંજના 5 થી રાત્રિના 9:30 સુધી યોજાશે. જયારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે વિનામૂલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું ભવ્ય આયોજન પણ સવારે 9 થી 12 સુધી કરાયું છે. જેમાં આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરીને વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here