ક્લાઈમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ એમઓયુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. ઈશા ફાઉન્ડેશનનાં સ્થાપક સદ્દગુરૂ જગ્ગી વાસુદેવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે એમઓયુ કરવામાં આવતા ગુજરાત અભિનવ પહેલ કરનાર રાજ્ય બન્યું છે. ઈશા આઉટરીચ સાથે ગુજરાતનાં ક્લાઈમેટ ચેન્જ વિભાગે એમઓયુ કર્યો છે. અમદાવાદના એક ખાસ કાર્યક્રમમાં કરાર સંપન્ન થયો હતો.માટી બચાવોનાં અભિયાન માટે વિશ્ર્વ જાગૃતિ ખેડ્વવા સદ્દગુરૂ 100 દિવસની 30 હજાર કિમીની બાઈક યાત્રા પર નિકળ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં માટી બચાવવાના નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે જગ્ગી વાસુદેવજીએ આ યાત્રા આરંભી છે. અત્યારે તેઓ બાઈક યાત્રા પર ગુજરાતમાં છે અને સરકાર સાથે મહત્વનો કરાર સંપન્ન કર્યો છે.વિશ્ર્વમાં ઉપજાઉ માટીની ગુણવત્તા ચિંતાજનક સ્તરે નીચે જઈ રહી છે. આથી દિશા ફાઉન્ડેશને ભારત સહિત વિશ્વમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. મનુષ્યના આરોગ્ય અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે જમીનની માટીની ગુણવત્તા અગત્યની છે. ફળદ્રુપતા જાળવવાની સહુની જવાબદારી છે. પૃથ્વી પર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવા જમીન અને માટીની કેન્દ્રવર્તી ભૂમિકા છે. ગુજરાતે આ સંદર્ભમાં માટીનાં સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે 2003 થી જ સોઇલ હેલ્થકાર્ડ લાવી દુરંદેશીભરી પહેલ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતનાં મુખ્યમંત્રી પદના કાળ દરમ્યાન શરૂ થયેલી યોજના હવે દેશભરમાં અમલી બનાવાઈ છે.
Read About Weather here
એક અનુમાન મુજબ રસાયણોના ઉપયોગથી માટીની ફળદ્રુપતા ઘટી છે, કૃષિ પાકમાં રસ-કસ ઘટી ગયા છે, વિશ્ર્વની 24 ટકા માટી રણમાં ફેરવાઈ ગઈ છે. જો આટલી ગતિથી માટી લુપ્ત થતી રહેશે તો 2050 સુધીમાં તો 90 ટકા પૃથ્વી રણમાં ફેરવાઈ જશે. આ સમસ્યાથી બચવા માટે જ વડાપ્રધાને બેક ટુ બેઝીકનો નવતર વિચાર આપ્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સદ્દગુરુએ શરૂ કરેલા અભિયાનમાં ગુજરાત હજુ વધુ યોગદાન કઈ રીતે આપી શકે એ દિશામાં સક્રિયતાથી આગળ વધશું. માટીને રણમાં ફેરવાઈ જતી રોકવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ કરવા તથા વૃક્ષારોપણ અને ચેરના વૃક્ષોના આવરણથી ગ્રીન કવર વધારવા સરકાર અને સદ્દગુરૂની સંસ્થા સાથે મળીને પ્રયાસો કરશે. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, ક્લાઈમેટ ચેન્જ વિભાગનાં અગ્ર સચિવ એસ.જે.હૈદર તથા સદ્દગુરૂના અનુયાયીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here