સંકટના વાદળો ઘેરાયા…!

સંકટના વાદળો ઘેરાયા…!
સંકટના વાદળો ઘેરાયા…!
ભાવનગર જિલ્લાના મહત્વપૂર્ણ રોલિંગ મિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર સ્ટીલ પર 15 ટકા અને પેલેટ પર 45 ટકાની નિકાસ ડ્યુટી વસુલવાના નિર્ણયથી તૈયાર સળીયા, સ્ટીલના ભાવમાં સોમવારે 5000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે, અને હજુ વધુ ભાવ ઘટાડાની અપેક્ષા સેવાઇ રહી છે. ભાવનગર જિલ્લામાં 60 રી-રોલિંગ મિલો અને 52 ફર્નેસ મિલો આવેલી છે. જેમાં સળીયા, પટ્ટી, પાટા, ચેનલ, ગડરના ઉત્પાદન થાય છે. તેજીના તોખારમાં ગત મહિને તૈયાર સ્ટીલનો ભાવ 75,000 રૂપિયા પ્રતિ ટન હતો, જેમાં સતત ભાવ ઘટાડાની ચાલ છેલ્લા એક માસથી અનુભવાઇ રહી છે. હાલ આ ભાવ 65,000 સુધી પહોંચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

હરેશભાઇ ધાનાણી, પ્રમુખ, સિહોર રી-રોલિંગ મિલ

આમ એક માસમાં તૈયાર સળીયામાં 10,000 રૂપિયાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે.હવે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર સ્ટીલ પર 15 ટકા અને પેલેટ પર 45 ટકાની નિકાસ ડ્યુટી લગાડવામાં આવતા આવનારા દિવસોમાં તૈયાર સ્ટીલના ભાવ વધુ ગગડવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ભારતે ગયા નાણાકીય વર્ષમાં લગભગ 13.5 મિલિયન ટન ફિનિશ્ડ સ્ટીલ અને 5 મિલિયન ટન સેમી-ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી હતી, જ્યારે તેણે લગભગ 4.8 મિલિયન ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી હતી.અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પણ સ્ક્રેપના ઘટાડાનો પ્રવાહ અવિરતપણે આગળ ધપી રહ્યો છે, અને સ્ક્રેપનો વેચાણ ભાવ 52,000થી સતત ઘટતો આવ્યો છે, અને સોમવારે 44,000 પ્રતિ ટન થઇ ગયો હતો. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ના જો.

Read About Weather here

સેક્રેટરી હરેશભાઇ પરમારના જણાવ્યા અનુસાર, છેલ્લા બે માસ દરમિયાન જે જહાજ લાગ્યા છે તેમાં ભાવ ઘટાડાની ખૂબજ પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.બાંધકામ ઉદ્યોગમાં ગત હોળી-ધૂળેટી બાદ સતત તૈયાર સળીયા, પટ્ટી, પાટા, ચેનલની માંગમાં ઘટાડો થઇ રહ્યો છે, તેથી ટોચની સપાટીએથી સતત તૈયાર માલના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. એક તરફ તૈયાર માલની માંગ ઓછી હતી તેમાં સરકાર દ્વારા તૈયાર માલની નિકાસ પર ડ્યુટી વધારવામાં આવતા ઉદ્યોગ પર તેની વિપરીત અસર પડી શકે છે. – હરેશભાઇ ધાનાણી, પ્રમુખ, સિહોર રી-રોલિંગ મિલતૈયાર સ્ટીલની માંગમાં ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારી પ્રોજેક્ટોની ગતિ મંદ પડી છે, જ્યારે ઘરેલુ કન્સ્ટ્રકશન વ્યવસાયમાં પણ તૈયાર માલની માંગ સતત ઘટી રહી છે, અને તેના કારણે સતત ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ચોમાસામાં સામાન્ય પણે બાંધકામ ઉદ્યોગ ધીમો પડી જાય છે.તેમાં ચોમાસુ ઢુંકડુ છે, તેથી ચોમાસામાં બાંધકામ ઉદ્યોગમાં ગતિ મંદ પડે છે તેથી અત્યારે જેટલી તૈયાર સ્ટીલની માંગ છે તેમાં પણ વધુ ઘટાડો જોવા મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here