શ્રી રામાનંદી નવનિર્માણ સેના દ્વારા રામાનંદી વૈષ્ણવ સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન

શ્રી રામાનંદી નવનિર્માણ સેના દ્વારા રામાનંદી વૈષ્ણવ સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન
શ્રી રામાનંદી નવનિર્માણ સેના દ્વારા રામાનંદી વૈષ્ણવ સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન

કરિયાવરમાં સોનાની બુટી, ટી.વી., ફ્રીજ, વોશીંગમશીનથી લઈ 151 વસ્તુઓ ભેટ રૂપે દીકરીઓને અપાશે

શ્રી રામાનંદી નવનિર્માણ સેના, ગુજરાત દ્વારા રામાનંદી સાધુ સમાજની 51 દીકરીઓના નિ:શુલ્ક ભવ્ય શાહી સમૂહલગ્ન મહોત્સવનું આયોજન તા.29 એપ્રિલને શનિવારના રોજ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ સમૂહલગ્ન મહોત્સવમાં વૈષ્ણવ રામાનંદી સમાજની દીકરીઓ માટે યોજવામાં આવેલ છે. શ્રી રામાનંદી નવનિર્માણ સેના સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં કાર્યરત છે અને દરેક તાલુકા જીલ્લામાંથી રામાનંદી સમાજની દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ આયોજનમાં કરિયાવરમાં સોનાની બુટી, ટી.વી., ફીજ, વોશીંગ મશીનથી લઈ 151 વસ્તુઓ ભેટ રૂપે દીકરીઓને આપવામાં આવશે. શ્રી સમસ્ત રામાનંદી યુવા મંડળ,રાજકોટના સથવારે અને શ્રી રામાનંદી નવનિર્માણ સેનાના આયોજક કાર્યકર્તા તાલુકા-જીલ્લાના હોદ્દેદારો અને સમાજ અગ્રણીઓ અને સાધુસંતોના આર્શીવાદ રૂપે આ સૌ પ્રથમ ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે. સમૂહલગ્નમાં રામાનંદ સંપ્રદાયના મહામંડલેશ્ર્વરશ્રીઓ, પીઠાધીશ્ર્વરશ્રીઓ, અખાડાના જગ્યાધારી મહંતઓ, ખાસ અયોધ્યા-ચિત્રકુટ-વારાણસી-રાજસ્થાનથી આર્શિવાદ આપવા પધારશે.

Read About Weather here

વૈષ્ણવ રામાનંદી સમાજની દીકરીઓએ નામ નોંધાવવા માટે શ્રી રામાનંદી નવનિર્માણ સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિખીલભાઈ નિમાવત (રાજકોટ: 97249 09009), અનિલભાઈ દેવમુરારી (અમદાવાદ: 999258 3277), સાગરભાઈ ટીલાવત (મહુવા/ભાવનગર: 99131 51400), વિજયભાઈ અગ્રાવત (કેશોદ: 98246 35675), દુર્ગેશભાઈ કુબાવત (જસદણ: 92745 87088), સંદીપભાઈ નિમાવત (પડધરી: 99749 30735 ), કલ્પેશભાઈ પુર્ણવૈરાગી (રાજકોટ: 99741 88858), રાજેશભાઈ નિમાવત (રાજકોટ: 94269 30112), સુરેશભાઈ જલાલજી (રાજકોટ: 98245 12912), અપ્પુરાજભાઈ અગ્રાવત (જામનગર: 99048 86555), મનિષભાઈ અગ્રાવત (અમરેલી: 96645 31613) , મનિષભાઈ દેવમુરારી (મોરબી: 99786 15594), સંજયભાઈ વૈષ્ણવ (વઢવાણ-સુરેન્દ્રનગર: 91733 21525), જીતેન્દ્રભાઈ દેવમુરારી (વેરાવળ: 99043 30879), બીપીનભાઈ નિમાવત (ગોંડલ: 982પર 03349) કિશોરભાઈ કુબાવત (જૂનાગઢ: 8490995268) પર નામ નોંધણી કરાવવાની રહેશે.આ સમૂહલગ્ન મહોત્સવને સફળ બનાવવા શ્રી રામાનંદી નવનિર્માણ સેનાની સમગ્ર ટીમના હોદ્ેદારો કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here