શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ આયોજીત શ્રી વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાશે

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ આયોજીત શ્રી વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાશે
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ આયોજીત શ્રી વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાશે

દીવાનપરા સ્થિત શ્રી વિશ્ર્વકર્મા પ્રભુજી મંદિરે બિરાજમાન વિશ્ર્વકર્મા દાદાની પ્રાણપ્રતિષ્ઠાને 100 વર્ષ પૂર્ણ: દાદા સોનાના સિંહાસન પર બિરાજશે, સુવર્ણ ધ્વજ દંડ અને કળશનું ઉદ્ઘાટન

101 કુંડી મહાયજ્ઞ,શોભાયાત્રા, મહારકતદાન શિબિર, સમૂહલગ્નોત્સવ, દાતાઓનું સન્માન, જ્ઞાતિ સમુહભોજનનું આયોજન

રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 1 થી 3 સુધી વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવ તથા શતાબ્દી વર્ષ અંતર્ગત 101 કુંડી મહાયજ્ઞ, વિશ્ર્વમાં પ્રથમ વખત શ્રી વિશ્ર્વકર્મા દાદાની દશાવતારની ઝાંખી, મહારકતદાન શિબિર, શ્રી વિશ્ર્વકર્મા દાદાની શોભાયાત્રા, સમૂહ લગ્નોત્સવ, દાતા સન્માન તથા જ્ઞાતિ સમૂહ ભોજન વગેરેનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની માહિતી આપવા અધ્યક્ષ મુકેશભાઇ વડગામા, પ્રમુખ રસિકભાઇ બદ્રકીયા, પ્રદીપભાઇ કરગથરા (મંત્રી), અરવિંદભાઇ ત્રેટિયા (ખજાનચી) તથા કારોબારીના સભ્યો હર્ષદભાઇ બકરાણીયા, મીતેશભાઇ ધ્રાંગધરીયા તથા મુકેશભાઇ એમ. વડગામા વગેરે ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાત લીધી હતી.
માહિતી આપતા જણાવ્યું હતું કે,વિશ્ર્વકર્મા પ્રભુજીનું મંદીર દીવાનપરા, રાજકોટ ખાતે બિરાજમાન ભગવાન વિશ્ર્વકર્માદાદાની પ્રાણ પ્રતિષ્ઠાને વર્ષ 2022માં 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી વર્ષ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ભગવાન વિશ્ર્વકર્મા પ્રભુજી નુતન સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થશે. સાથે સુવર્ણ ધ્વજ, દંડ અને કળશના દિવ્યાતિદિવ્ય ઉદઘાટન થશે. આ સુવર્ણ સિંહાસનનો જેમણે મહા સંકલ્પ કરેલ તેવા મુખ્યદાતા પ્રવીણભાઇ જેરામભાઇ અઘારા, રાજકોટ અને રમેશભાઇ અંબારામભાઇ તલસાણીયા અમદાવાદ તેમજ અન્ય દાતા સુવર્ણદાનથી શતાબ્દી વર્ષે પુન: પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે પૂ.ર્માં.શ્રી.કનકેશ્ર્વરી દેવીજી, (ખોખરા હનુમાનજી ધામ, મોરબી) અને પ.પુ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (સંયોજક હિન્દુ ધર્મ આચાર્ય સભા) અધ્યક્ષ આર્ષ વિદ્યા મંદિર, રાજકોટના શુભ હસ્તે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
સાથે ત્રણ દિવસીય પુન: પ્રતિષ્ઠા યજ્ઞ તા.1 ફેબ્રુ.ના બુધવારના વિશ્ર્વકર્મા પ્રભુજી મંદિરે સવારે 7:30 વાગે શરૂ થશે અને સાંજે 6:30 વાગ્યા સુધી ચાલશે. આ યજ્ઞ તા.2ને ગુરૂવાર આખો દિવસ અને તા.3ને શુક્રવારે બપોરે 12 વાગે પૂર્ણ થશે.
વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવની પુર્વ સંધ્યાએ તા.2 ફેબ્રુ.ના રોજ સાંજે 7 થી 11 કલાકે વિશ્ર્વમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા દાદાના દશાવતારની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ સમગ્ર નગરજનો માટે યોજવામાં આવનાર છે. આ માટે રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે વિશ્ર્વકર્મા ધામ ઉભું કરવામાં આવશે.
વિશ્ર્વકર્મા મંદિર, વિશ્ર્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા રાજકોટ ખાતે વહેલી સવારે 6:30 કલાકે મંગળા આરતી સાથે ધ્વજારોહણ બાદ સવારે 7:30 કલાકે પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. તેમજ બપોરના 12:15 કલાકે વિશ્ર્વકર્માના થાળ પ્રસાદ સાથે મહાઆરતી કરવામાં આવશે તેમજ મહાયજ્ઞનું બીડું હોમવામાં આવશે. સાથે સાથે વિશ્ર્વકર્મા ધામ રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે 101 કુંડી મહાયજ્ઞમાં પણ બીડું હોમવામાં આવશે.
મહારકતદાન શિબિરનું આયોજન તા.3ના વિશ્ર્વકર્મા જયંતિના દિવસે વિશ્ર્વકર્મા મંદિર અને વિશ્ર્વકર્મા ધામ, રેસકોર્ષ મેદાન રાજકોટ બંને જગ્યાએ કરવામાં આવેલ. આ મહારકતદાન શિબિર સવારે 8 થી સાંજના 8 કલાક સુધી રાખવામાં આવેલ છે.
વિશ્ર્વકર્મા જયંતિના દિવસે બપોરના 2 કલાકે ધારેશ્ર્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલથી ભગવાન વિશ્ર્વકર્મા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો તથા જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થશે. જેમાં આગળ પ બુલેટ, 150 બાઇક અને લગભગ 100થી વધારે ગાડીઓ ટ્રેકટર, શણગારેલ રથ, હાથી ઘોડા અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો જોડાશે. આ શોભાયાત્રાનું સ્વાગત નગરના જુદા જુદા રાજમાર્ગો પર જ્ઞાતિજનો દ્વારા ભવ્ય રીતે ફુલહારથી કરવામાં આવશે. તા.3ના વિશ્ર્વકર્મા ધામ ખાતે 16 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને સાથે દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. આ સમુહલગ્નમાં આશીર્વચન પાઠવવા પરમ સંત જેન્તિરામબાપા (સત પુરણધામ આશ્રમ, ધુનડા, જામજોધપુર) અને પ.પૂ. યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજ (શ્રી ગુરૂદત્ત મઠ, કુવાડવા, રાજકોટ) ખાસ ઉપસ્થિત રહેનાર છે. ઉપરાંત રાજકીય, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.

Read About Weather here

દરેક ક્ધયાને જીવન જરૂરી તમામ વસ્તુઓ મુખ્યદાતાઓ તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ તરફથી લાખેણો કરીયાવર અગાઉથી સોંપવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે સોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીની ગાય, ચાંદીનો જુડો, ચાંદીના સાકળા, ચાંદીનો તુલસી કયારો, સ્ટીલ કબાટ વગેરે થઇને 225 થી પણ વધુ વસ્તુઓ આપવામાં આવેલ છે. ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઇ બદ્રકીયા અને સૌ કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વિના છેલ્લા ત્રણેક માસથી અથાગ જહેમત ઉઠાવી કાર્યક્રમના સુચારૂ આયોજન પાર પાડવા માટે ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કુલ સામે કાર્યાલય ખોલવામાં આવેલ. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં 500થી વધુ કાર્યકર્તાઓ સેવામાં જોડાયા છે.

મંગલ કાર્યક્રમો :

શ્રી વિશ્ર્વકર્મા પ્રભુજીના મંદિરે

શ્રી મંગળા આરતી સવારે 6:30 કલાકે
પદ્મશ્રી ધ્વજા આરોહણ સવારે 7 કલાકે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવારે 7:30 થી…
શ્રી મહા આરતી બપોરે 12:15 કલાકે
શ્રી દાદાની નગરયાત્રા (શોભાયાત્રા) બપોરે 2 કલાકે
મહારક્તદાન શિબીર સવારે 8 થી રાત્રે 8 સુધી

સમૂહ લગ્નોત્સવ :

શ્રી વિશ્ર્વકર્મા ધામ, રેસકોર્સ

સામૈયુ બપોરે 2 કલાકે
હસ્ત મેળાપ બપોરે 3 કલાકે
શ્રી સમૂહ આરતી સાંજે 6:15 કલાકે
શ્રી જ્ઞાતિ સમૂહ ભોજન (મહા પ્રસાદ) સાંજે 6:30 કલાકે
ક્ધયા વિદાય સાંજે 7:15 કલાકે
મહારક્તદાન શિબિર સવારે 8 થી રાત્રે 8 સુધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here