આર્થિક રીતે કંગાળ બનેલા શ્રીલંકામાં લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે. હાલત એવી છે કે, ઘણી વસ્તુઓના ભાવ અકલ્પનીય રીતે વધ્યા છે અને આ વસ્તુઓ આમ લોકોની પહોંચની બહાર થઈ ગઈ છે. જેમ કે સફરજનનો ભાવ પ્રતિ કિલો રૂ.1600પહોંચી ગયો છે.ખાવા પીવાની તમામ વસ્તુઓના ભાવ આ દેશમાં વધી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
પૈસાની તંગીના કારણે દેશમાં એમ પણ અછત જેવી સ્થિતિ છે અને જે પણ બચ્યું છે તે બધા લોકો માટે ખરીદવું શક્ય નથી. જાન્યુઆરીમાં સફરજન પ્રતિ કિલો રૂ.350 વેચાતા હતા અને આજે તેનો ભાવ રૂ.1600 છે. એક કિલો જામફળના ભાવ રૂ.300થી વધીને રૂ.600 થઈ ગયા છે. કેરીની સીઝન ચાલી રહી છે પણ કેરીનો એક કિલોનો ભાવ રૂ.600 છે.
સામાન્ય રીતે રૂ.50 થઈ 100 ડઝનના ભાવે શ્રીલંકામાં પહેલા કેળા મળતા હતા અને આજે રૂ.300 તેનો ભાવ છે. જાન્યુઆરીમાં એક કિલો સંતરાની કિંમત રૂ.350 હતી, જે હવે વધીને રૂ.1500 થઈ ગઈ છે. એક નારિયેળની કિંમત જાન્યુઆરી મહિનામાં રૂ.50 થી 70 હતી તે વધીને રૂ.150 થઈ ગઈ છે.
Read About Weather here
શ્રીલંકામાં ઘણી વસ્તુઓની અછત છે.આ એવી વસ્તુઓ છે જે વિદેશથી આયાત થતી હોય છે પણ શ્રીલંકા પાસે વિદેશી હુંડિયામણ ઓછું છે ત્યારે આ સામાન આયાત કરી શકાય તેવી સ્થિતિ નથી. જેની અસર બજાર પર દેખાઈ રહી છે.શ્રીલંકામાં ન્યુટ્રેલા રૂ.4500 પ્રતિ કિલો, કાજુ રૂ.6000 કિલો, બટર રૂ.1300નું 100 ગ્રામ, ચીઝ રૂ.1500નું 100 ગ્રામના ભાવે વેચાઈ રહ્યુ છે. બાકીના સામાનની કિંમત પણ ઘણી વધી ચુકી છે.(9)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here