ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહારાષ્ટ્રના પુણેમાં લોની કાલભોર વિસ્તારમાં શૌચાલયની ટાંકી સાફ કરતી વખતે 4 મજૂરોનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. કદમવાક વસાહતમાં આવેલી જય મલ્હાર કૃપા સોસાયટીની ગટર સાફ કરવા માટે ચાર મજૂરો આવ્યા હતા. સોસાયટીની ડ્રેનેજ લાઈનનું કામ કરતી વખતે ત્રણ મજૂરો ચેમ્બરની અંદર નીચે ઉતરી રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
અંદર ગૂંગળામણથી તેમનું મૃત્યુ થયું હતું. આ પછી તેના સાથીને બહાર કાઢવાના ચક્કરમાં ચોથા મજૂરનું પણ ટાંકીમાં ઉતરવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Read About Weather here
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સાથે લોની કાલભોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃત્યુ પામેલા મજૂરોના નામ સિકંદર પોપટ કસબે, પદમાકર મારુતિ વાઘમારે, કૃષ્ણ દત્તા જાધવ, રૂપેશ કાંબલે છે.ફાયર બ્રિગેડના જવાનોએ ચેમ્બરમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here