શોપિંગ મોલમાં ગોળીબારી : 2 ના મોત

શોપિંગ મોલમાં ગોળીબારી : 2 ના મોત
શોપિંગ મોલમાં ગોળીબારી : 2 ના મોત

પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. અમેરિકાના ઈડાહો રાજયના બોઈસ શહેરમાં સોમવારે એક મોટી ઘટના બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

અહીંના એક શોપિંગ મોલમાં એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા અને એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. બોઈસ પોલીસ ચીફ રેયોનલીએ જણાવ્યું કે શોપિંગ મોલને હાલ પૂરતો ખાલી કરાવવામાં આવ્યો છે.

તેને જણાવ્યું કે હુમલાખોર સાથે પોલીસને અથડામણ થઈ હતી. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેને હુમલાખોર વિશે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ કંઈ કહીં શકાય.

પોલીસ અધિકારી રેયોન લીએ કહ્યું કે અમને સોમવારે સવારે લગભગ 1.30 વાગ્યે હુમલાની માહિતી મળી હતી. જયારે પોલી ત્યાં પહોંચી તો એક વ્યકિતને ગોળી લાગી હતી અને તે જમીન પર પડેલો હતો. જોકે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Read About Weather here

તેમને કહ્યું કે અત્યાર સુધી એ વાત સામે આવી છે કે હુમલામાં માત્ર એક જ વ્યકિત સામેલ હતો. એ દરમિયાન પોલીસ અધિકારીઓએ હુમલાખોરને ઓળખી કાઢયો અને તેની સાથે ક્રોસ ફાયરીંગ થયું. જેમાં એક અધિકારી ઘાયલ થયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here