કરિયાવરમાં 150 થી વધુ વસ્તુઓ ભેટ અપાઈ : યુવાનોની મહેનત રંગ લાવી : 118 યુવાનોની ટીમે માત્ર 15 દિવસની અથાગ મહેનતે જાજરમાન આયોજન સંપન્ન: ધાર્મિક સાધુસંતો અને સામાજિક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ
શેર વિથ સ્માઈલ એન.જી.ઓ. દ્વારા આયોજિત 11 દીકરીઓના સમૂહલગ્ન શિવરાત્રીના પાવનદિવસે યોજવામાં આવ્યા હતા. જેમાં હિન્દુ સંસ્કૃતિ, રીતિરિવાજ મુજબ તમામ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક કમિટીના 118 યુવાનોની ટીમ દ્વારા 15 દિવસ પહેલાના વિચારને દિવસ રાત જેહમત ઉઠાવી જાજરમાન અને ઠાઠશાહી લગ્નનું આયોજન કરીને સમાજમાં યુવાનોની સાચી ફરજનો એક સંદેશો આપ્યો હતો.


Visit Saurashtra Kranti Homepage here
જે 11 દીકરીઓના લગ્ન હતા તેમાં 3 દીકરીઓ અનાથ છે અને બાકીની 8 દીકરીઓમાં કોઇએ માતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આવા સમયે માતા-પિતા ભલે હયાત નથી પરંતુ આજે શેર વિથ સ્માઇલ ગૠઘના સૌ યુવા કાર્યકર્તાઓ ઉત્સાહભેર આ ભાગ્ય લક્ષ્મીના વિવાહમાં જોડાયા છે. આ પ્રસંગે તમામ વરરાજાઓનું ઘોડાપર, ડીજેના તાલ અને રોયલ બેન્ડપાર્ટી સાથે જુમી-નાચીને સામૈયુ કરવામાં આવ્યું હતું ત્યારમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું હતું કે, જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે આજે ભાગ્ય લક્ષ્મીના વિવાહ યોજવામાં આવ્યા છે. ક્ધયાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા તમામ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. ખાસ લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું.જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે આજે ભાગ્ય લક્ષ્મીના વિવાહ યોજવામાં આવ્યા છે.ગુજરાતના સોનુસુદ ગણાતા સેવાકીય કાર્યોથી જાણીતા નીતિન જાની અને તેની ટીમની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ તમામ યુગલો પાસે રૂબરૂ જઈ લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા અને આયોજક યુવાનોની ટીમને ખોબલે ખોબલે અભિનંદન આપ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper here
એક અનાથ દીકરીના સગાસબંધી જણાવ્યું હતું કે, પિતાનું દારૂ પીવાથી મોત થયું હતું જયારે માતાને પણ ટીબીની ગંભીર બીમારી હતી. જેનું પણ અવસાન થતા આજે હું માસી સાથે રહું છું. આજે મારા લગ્ન છે માતા પિતાની હયાતી જરૂર નથી પરંતુ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે, મારા લગ્ન આટલી સારી અને જાજરમાન રીતે થશે. કોઈ રાજકુંવરીના લગ્ન હોય તેવા અમારા લગ્ન થઇ રહ્યા છે હું આયોજકોનો અમે ખુબ ખુબ હ્ર્દય પૂર્વક આભાર માનીએ છીએ. જયારે બીજી દીકરીઓના વાલીઓ ભાવુક થઇ આયોજકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને હતું કે સમૂહલગ્નમાં સાદી રીતે માત્ર વ્યવસ્થા સાચવી દેતા હશે પણ આવું વિચાર્યું ના હતું કે મારી દીકરીના આવા ઠાઠશાહી લગ્ન આ ટીમ દ્વારા આયોજન કર્યું અમે આ યુવાનોનું ઋણ ખરેખર ક્યારેય ભૂલી શકીયે તેમ નથી.ઉલ્લેખનીય છે કે કરિયાવરમાં પણ 150થી વધુ વસ્તુઓ આપવામાં આવી છે જેમાં સોનાચાંદીથી માંડી અનેક ઘરવખરી વસ્તુઓ છે. આ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ ખજૂરભાઈ (નીતિન જાની ) સહિત રાજ્યસભા સંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય હાર્દિક પટેલ, ધારાસભ્ય દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો.પ્રદીપ ડવ, કોંગ્રેસ પ્રમુખ સંજય અજુડીયા, યુવા ભાજપના જ્યોતિઆદિત્યસિંહ જાડેજા (ગણેશ ભાઈ), શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતા, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષ પાબારી, અનિરૂદ્ધ નકુમ, પૂર્વ કોર્પોરેટર અજય પરમાર, પૂર્વ કોર્પોરેટર રાજુ બોરીચા, જામનગરથી આહીર અગ્રણી ગિરીશ ડેર, જયોતિબેન ટીલવા, રાજેશ ચાવડા, યુવા ભાજપના કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પ્રવીણ સેગલીયા, ક્ષત્રિય અગ્રણી પીન્ટુભાઇ ખાંટડી, જઘજ સ્કૂલના વિપુલ પાનેલીયા, શક્તિ સ્કૂલના સુદીપ મેહતા, કરણી સેનાના ચંદુભા પરમાર, યોગી તલાટીયા, કોંગ્રેસના ગોપાલ મોરવાડીયા, વિજયસિંહ જાડેજા, નરેશ સાગઠીયા, રમેશ તલાટીયા સહિત અનેક ધાર્મિક સાધુસંતો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here