શેન વોર્નની છેલ્લી 20 મિનિટ દર્દનાક રહી; જાણો વિલામાં શું થયું હતું

શેન વોર્નની છેલ્લી 20 મિનિટ દર્દનાક રહી; જાણો વિલામાં શું થયું હતું
શેન વોર્નની છેલ્લી 20 મિનિટ દર્દનાક રહી; જાણો વિલામાં શું થયું હતું
વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયન લિજેન્ડ શેન વોર્નનું થાઈલેન્ડમાં 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે.  શેન તેના થાઈલેન્ડ સ્થિત પ્રાઈવેટ વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં મૃત જોવા મળ્યા હતા અને તબીબો દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા. તેવામાં રિપોર્ટ્સના આધારે શેન વોર્નની સાથે તેના 3 મિત્રો પણ હાજર રહ્યા હતા. જોકે પરિવારના સભ્યોએ અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી છે.
શેન વોર્નની છેલ્લી 20 મિનિટ દર્દનાક રહી; જાણો વિલામાં શું થયું હતું શેન

Visit Saurashtra Kranti Homepage here

શેન વોર્નને પ્રાઈવેટ વિલામાં બેભાન જોયા પછી તેમના મિત્રોએ 20 મિનિટ સુધી તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. થાઈલેન્ડ પોલીસ આની વધુ તપાસ આગળ વધારી રહી છે, પરંતુ અત્યારસુધી તેના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ કારણ સામે આવી શક્યું નથી.પોલીસના જણાવ્યા પ્રમાણે થાઈલેન્ડના પ્રાઈવેટ વિલામાં વોર્ન અને અન્ય 3 મિત્રો રોકાયા હતા. આ દરમિયાન રાત્રે ડિનર ટાઈમ પર શેન વોર્ન નીચે ગયો હતો. જેના થોડા સમય પછી વોર્નનો એક દોસ્ત પણ નીચે આવ્યો હતો ત્યારે તેણે શેન વોર્નને બેભાન અવસ્થામાં જોયો હતો. ત્યારે તાત્કાલિક દોસ્તોએ ભેગા મળીને તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR- છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો) દ્વારા બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Read About Weather here

શેન વોર્નની તબિયતમાં સુધાર ન આવતા દોસ્તોઓ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલ જતા સમયે તથા ત્યાં પહોંચ્યા પછી વોર્નને CPR આપવામાં આવ્યું હતું. છતા તેનો જીવ બચાવી શક્યા નહોતા. જોકે પોલીસે આગળ તપાસ દરમિયાન જાણ કરી કે વોર્નનું મોન શંકાસ્પદ નથી. હજુ વધુ પ્રક્રિયા કરી આગળ કાર્યવાહી હાથ ધરાશે.ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મોરિસ પાયને વોર્ન સાથે હાજર દોસ્તો સાથે વાતચીત કરી હતી. આની સાથે જ વોર્નના મૃતદેહને ઓસ્ટ્રેલિયા પરત લઈ જવા પણ જણાવ્યું હતું. ગુરુવારે જ શેન વોર્ને થાઈલેન્ડના વિલાની તસવીરની સ્ટોરી શેર કરી હતી. જેના કેપ્શનમાં શેન વોર્ને લખ્યું હતું કે સમુઝન વિલાથી તમને બધાને શુભરાત્રિ. હું અત્યારે થાઈલેન્ડમાં સમય પસાર કરી રહ્યો છું.વોર્નના મેનેજમેન્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે પરિવાર આ સમયે ગોપનીયતા જાળવી રાખવા માગે છે અને યોગ્ય સમયે વિગતવાર માહિતી આપશે એવી જાણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here