શ્રી દશનામ ગૌસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા શિવ રથયાત્રાના રૂટમાં આવતા તમામ શિવાલયોમાં ધ્વજારોહાણનો કાર્યક્રમ યોજાયો
આગામી મહાશિવરાત્રીને અનુલક્ષીને શ્રી દશનામ ગૌસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા આયોજિત સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાની તૈયારીના વિવિધ ધાર્મિક અને સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
તે જ કાર્યક્રમના ભાગરૂપે શિવ રથયાત્રાના રૂટમાં આવતા તમામ શિવાલયોમાં સોમવારના દિવસે ધ્વજારોહાણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર સર્કલની બાજુમાં આવેલ શ્રી ધારેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોક વિધિ દ્વારા તમામ ધ્વજાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોરઠીયા વાડી સર્કલ કોઠારીયા રોડ શ્રી કમલેશ્ર્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ પર આવેલ શ્રી નટેશ્ર્વર-મહાદેવ મંદિર, ગોંડલ રોડ માલવિયા ચોક પાસે આવેલ શ્રી મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ પર આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર, જીલ્લા પંચાયત ચોક પોલીસ કમિશનર કચેરી પાસે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, લીમડા ચોક પાસે આવેલ શ્રી પંચનાથ મહાદેવ મંદિર, હરિહર ચોક પાસે આવેલ શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ.
આ શુભ અવસરે ભાગવા ગ્રુપના હસુગીરી બાપુ, ભાનુબેન રેવાગીરી ગોસ્વામી, વાઈ.કે. ગોસ્વામી, વિજયભારથી ભીખુભારથી, એસ.એસ.ગોસાઈ, મુકેશભારથી ગોસ્વામી, વિપુલગીરી ગોસ્વામી, આશિષભારથી કીરણભારથી, મહેન્દ્રપુરી બાબુપુરી, ડો. હિંમતગીરી, ઓજસગીરી ગોસ્વામી સહિતના દાતાઓ કાર્યક્રમમાં જોડાયા હતા.
Read About Weather here
આ મહાશિવરાત્રીના પાવન અને પવિત્ર દિવસને શિવમય બનાવવા અને શિવ રથયાત્રાને સફળ બનાવવા માટે ગૌતમગીરી ચમનગીરી, ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, અજયવન રમેશવન, ભાવેશગીરી નટવરગીરી, વિજયગીરી અમૃતગીરી, હિતેશભારથી વિનોદભારથી, સુરેશગીરી શાંતિગીરી, મૌલીકગીરી અશ્ર્વિનગીરી, કૈલાશગીરી હંસગીરી, આશીશપુરી મગનપુરી, વિશાલભારથી ગોસ્વામી, હાર્દિકપુરી મુકેશપૂરી, વિરલપૂરી ધરમપુરી, જીગ્નેશગીરી જેન્તીગીરી, ભાવિકપુરી રાજેશપુરી, જેનીશભારથી મુકેશભારથી, સતીશપુરી બળવંતપુરી, ધવલપુરી કૈલાશાપુરી, ગૌરવભારથી વિજયભારથી, અંકિતપૂરી શૈલેશપુરી, પ્રણવવન અજયભારથી અશ્ર્વિનભારથી ઉમંગગીરી રોહિતગીરી, મિલનભારથી, યશવંતગીરી, અમીતગીરી રાજેશગીરી, જીગ્નેશભાઈ સીતાપરા, મિલનભાઈ બોરીસાગર, યોગેશભાઈ શીંગાળા, હાર્દિકભાઈ જાવિયા, જનકપૂરી રમણીકપૂરી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here