શિક્ષણ માટે પ્રેરણારૂપ કિસ્સો…!

શિક્ષણ માટે પ્રેરણારૂપ કિસ્સો…!
શિક્ષણ માટે પ્રેરણારૂપ કિસ્સો…!
તેની હિંમત સામે મુશ્કેલીઓએ પણ હાર માની લીધી છે. બિહારના જમુઈની 10 વર્ષની સીમા મોટી થઈને શિક્ષિકા બનવા માંગે છે. સીમા દરરોજ એક કિલોમીટર પગે ચાલીને શાળાએ જાય છે અને ખૂબ જ મહેનત કરીને અભ્યાસ કરવા માંગે છે. તે શિક્ષક બની તેની આસપાસના ગરીબ લોકોને શિક્ષિત કરવા માંગે છે.સીમા તાલુકા બ્લોકના ફતેહપુર ગામના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રહે છે. તેમના પિતાનું નામ ખીરણ માંઝી છે. બે વર્ષ અગાઉ એક અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો હતો. આ અકસ્માતે ભલે તેનો પગ છીનવી લીધો હોય પણ મનોબળ આજે પણ હિમાલય જેવું છે.

Visit Saurashtra Kranti Homepage here

સીમા જાતે જ શાળા પહોંચી હતી અને શિક્ષકને કહેલું-હું ભણવા માગુ છું

આજે તે ગામમાં બાળકોને શિક્ષણ માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. તે એક પગે ચાલીને જાતે જ શાળાએ જાય છે. તે ઉચ્ચ શિક્ષણ મેળવીને શિક્ષક બની લોકોને શિક્ષિત કરવા માંગે છે.સીમાના પિતા બિહારની બહાર રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. સીમાની માતા બેબીદેવી કહે છે કે 6 બાળકો પૈકી સીમા તેમનું બીજુ સંતાન છે. માર્ગ અકસ્માતમાં તેનો એક પગ કાપવો પડ્યો હતો. સીમાની માતા જણાવે છે કે અકસ્માત બાદ ગામના અન્ય બાળકોને શાળાએ જતા જોઈને તેને પણ શાળાએ જવાની ઈચ્છા થવા લાગી.

એક પગ જ હોવા છતા સીમા તેના તમામ કામ જાતે જ કરે છે

Read About Weather here

સીમાએ શાળાએ જઈને જાતે અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. શાળાના શિક્ષકે સીમાને શાળામાં પ્રવેશ અપાવ્યો.આજે સીમા દરરોજ એક કિલોમીટર ઉબડખાબડ માર્ગ પર એક પગે ચાલીને શાળાએ જાય છે. સીમા કહે છે કે તે ખૂબ ભણીને શિક્ષિકા બનવા ઈચ્છે છે અને તેની આજુબાજુમાં રહેલા લોકોને ભણાવવા ઈચ્છે છે. સીમા કહે છે કે એક પગ ગુમાવ્યાનું કોઈ દુખ નથી. હું મારા કામ એક પગથી પણ કરી લઉં છું.સીમાના ક્લાસ ટીચર શિવકુમાર ભગત કહે છે કે તે ટીચર બનવા ઈચ્છે છે. તેણે એક પગ ગુમાવી દીધો હોવા છતા તેનું મનોબળ ખૂબ મજબૂત છે. ગ્રામીણો કહે છે કે સીમા દિવ્યાંગ હોવા છતા ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે.અમારાથી સીમાને જેટલી પણ મદદની જરૂર હોય એટલી મદદ કરશું. સીમા આજે ગામમાં પ્રેરણારૂપ બની ગઈ છે અને સૌ તેના મનોબળને જોઈ દંગ રહી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here