શિક્ષણમંત્રી વાલી અને વિદ્યાર્થીઓની માફી માંગે: વિદ્યાર્થી નેતાઓની માંગણી

શિક્ષણમંત્રી વાલી અને વિદ્યાર્થીઓની માફી માંગે: વિદ્યાર્થી નેતાઓની માંગણી
શિક્ષણમંત્રી વાલી અને વિદ્યાર્થીઓની માફી માંગે: વિદ્યાર્થી નેતાઓની માંગણી
ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટનાં એક કાર્યક્રમમાં શિક્ષણનાં મુદ્દા પર કરેલા વિવાદાસ્પદ વિધાનોનાં ઉગ્ર વિરોધમાં આજે એનએસયુઆઈ રાજકોટ દ્વારા શહેરમાં શિક્ષણમંત્રી વાઘાણીનાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એનએસયુઆઈએ એવી માંગણી કરી છે કે, શિક્ષણમંત્રીએ ગુજરાતનાં વાલીઓ અને વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ અને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

એનએસયુઆઈ શહેર પાંખનાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીએ એમના ભાષણમાં ન શોભે તેવું બ્યાન કર્યું કે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તો તે સંતાનોનાં સર્ટિફિકેટ લઈને બીજા રાજ્યોમાં અથવા તો બીજા દેશમાં જતા રહે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળતી જાય છે ત્યારે શિક્ષણનું સ્તર કેમ સુધરે અને સારામાં સારું શિક્ષણ વિદ્યાર્થીને કેમ આપી શકાય એવા પ્રયત્નો કરવાને બદલે શિક્ષણમંત્રીએ ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને ગુજરાતનાં લોકોનું અપમાન કર્યું છે. ભૂતકાળમાં જેનો પોતાનો દીકરો પરીક્ષા ચોરીની 24 ચિઠ્ઠીઓ સાથે પકડાયો હોય એવા શિક્ષણમંત્રી પાસે બીજી આશા પણ શું રાખી શકાય. આથી એનએસયુઆઈ શિક્ષણમંત્રીનાં નિવેદનનો સખત વિરોધ કરે છે. શિક્ષણમંત્રી રાજ્યનાં વાલી અને વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે માફી માંગે અને તાત્કાલિક રાજીનામું આપે.

વિદ્યાર્થી નેતાઓએ નિવેદનમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીને લઈને છેલ્લા એક મહિનાથી રજૂઆતો થઇ રહી છે. ઈતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી કરવામાં ખૂબ મોડું કરવામાં આવી રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણી જરૂરી છે પરંતુ યુનિવર્સિટીનાં સતાધીશો અને શિક્ષણમંત્રી દ્વારા ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીનો અવાજ કોઈ યુનિવર્સિટીમાં ન ઉઠાવી શકે એ માટે ચૂંટણી કરવા માંગતા નથી. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ બે મુદ્દાઓ પર આજે પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એનએસયુઆઈનાં પ્રમુખ નરેન્દ્ર સોલંકી, યુવા પ્રમુખ હરપાલસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, અલ્પેશ સાદરીયા, અક્ષાંશ ગોસ્વામી, રવિ જીતીયા, દીપક કારેલીયા, જયદીપ બોરીચા, હંસરાજસિંહ જાડેજા, શક્તિસિંહ, ભવ્ય પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, પ્રતિક પટેલ, અંકિત સોંદરવા, અમન ગોહેલ, બ્રિજરાજસિંહ રાણા, હિમાંશુ સોલંકી, આર્યન કનેરીયા, ક્રીસ પટેલ, દર્શ બગડા, આરીફ બલોચ અને સુધાંશુ ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here