સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં શાહી અને જાજરમાન 34 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આગામી તા.5ને રવિવારે સાંજે 5 કલાકે રીયલ મેળાનું ગ્રાઉન્ડ, ગ્રીન લેન્ડ ચોકડી ખાતે કરવામાં આવ્યું છે.34 જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની મુકેશ રાદડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ.પૂ.સ્વામીશ્રી નિત્યસ્વરૂપ દાસજી (શ્રી સ્વામિનારાયણ મંદિર-સરધાર) નવદંપતિઓને આર્શિવચન આપશે.
Visit Saurashtra Kranti Homepage here
તા.5ને રવિવારે સાંજે 4 કલાકે જાન આગમન, સાંજે 6.30 કલાકે હસ્ત મેળાપ, ભોજન સમારંભ રાત્રીના 7.30 કલાકે, વિદાય સમારંભ રાત્રીના 9.30 કલાકે છે.આ સમૂહ લગ્નનાં અધ્યક્ષ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, જયેશભાઈ રાદડીયા (પૂર્વ કેબિનેટ મંત્રી) અને નિતીન જાની (ખજુરભાઈ) વિશેષ ઉપસ્થિત રહેશે.સમૂહ લગ્નનાં મુખ્ય મહેમાન નરેશભાઈ પટેલ (ચેરમેન) કોડલધામ ટ્રસ્ટ-કાગવડ), અતિથિ વિશેષ તરીકે વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), મોહનભાઈ કુંડારીયા (સાંસદ સભ્ય), ડો. ભરતભાઈ બોઘરા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), રામભાઈ મોકરીયા (સાંસદ સભ્ય-રાજય સભા),આમંત્રિત મહેમાનો,
Read About Weather here
દાતાઓ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ-2022 સહયોગી સંસ્થાઓ અને મહાનુભાવો ઉપસ્થિહેશે.પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા દ્વારા ગણેશ ઉત્સવ, સર્વજ્ઞાતી સમૂહલગ્નોત્સવ, વિદ્યાર્થીને સ્વેટર વિતરણ, જરૂરીયાત મંદોને ફટાકડા-મીઠાઇ વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન, નિ:શૂલ્ક સર્વ નિદાન કેમ્પ, વૃક્ષા રોપણ, કોરોના કાળમાં નિશૂલ્ક અનાજ વિતર સહિતની સેવાકિય પ્રવૃતિઓ કરાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here