શારદા સાનિધ્ય-2ના બિલ્ડિંગમાં ફ્લેટધારકોને છેતરતા બિલ્ડરો!

શારદા સાનિધ્ય-2ના બિલ્ડિંગમાં ફ્લેટધારકોને છેતરતા બિલ્ડરો!
શારદા સાનિધ્ય-2ના બિલ્ડિંગમાં ફ્લેટધારકોને છેતરતા બિલ્ડરો!

પ્લાનમાં બતાવ્યા પ્રમાણે કોઈ એમેનિટીઝ ન આપી, પાર્કિંગમાં ગેરકાયદે રૂમ બનાવી તેનો ટેરેસ પહેલા માળના ફ્લેટ સાથે જોડીને 3 લાખમાં વેચી દીધું, ફાયર વિભાગે નોટિસ ફટકારી, થોડા દિવસમાં તો રિન્યુ પણ કરી દીધી શું બિલ્ડરો સાથે ફાયર વિભાગની સાંઠગાંઠ?

ફાયર વિભાગે નોટિસ ફટકારી જેમાં બેઝમેન્ટમાં સીડી આપવીનો ઉલ્લેખ કર્યો પરંતુ બિલ્ડરોએ ઉચ્ચ અધિકારીઓ સાથે સેટીંગ કરી એનઓસી મેળવ્યાની ચર્ચા

બિલ્ડરોએ એમેનિટીઝમાં તો છેતર્યા પરંતુ ફાયર સંબંધિત સાધનોમાં પણ છેતરપિંડી આચરી રૂડાના પ્લાનમાં 16000લીટરની બે ટાંકી પણ હકીકતમાં માત્ર 7500 લીટરની ટાંકી મૂકી દીધી

પોલીસ કમિશનરને બિલ્ડરો વિરૂદ્ધ ફ્લેટધારકોની અરજી

છેલ્લા ત્રણ વર્ષથી અનેક વખત રજૂઆત કરી હોવા છતાં બિલ્ડરો મચક આપતા ન હતા. જેનાથી કંટાળીને ફ્લેટધારકોએ પોલીસ કમિશનરને 420ની કલમ લગાડવા માટે અરજી કરી છે. એમેનિટીઝના નામે સાવ મીંડુ આપતા નાણાંકીય ઉચાપત, ગેરકાયદે બાંધકામ અને ઠગાઈ તથા વિશ્ર્વાસઘાત કરેલો છે.

સીડી સેલરમાં નથી જતી છતાં પણ ફાયર વિભાગે એનઓસી આપી દીધું

મનપાના ફાયર વિભાગે નોટિસ ફટકાર્યા બાદ ફરીથી ચેકિંગ કરીને બિલ્ડીંગને ફાયર એનઓસી કાઢી આપ્યું. જે શક્ય જ નથી. બિલ્ડરોએ એમેનિટીઝમાં તો છેતર્યા પરંતુ સેલરમાં જવાનો રસ્તો પણ ન આપ્યો. અને છતા પણ ફાયર વિભાગે બે દિવસ અગાઉ ફાયર એનઓસી રિન્યુ કરી દીધી.

અધૂરામાં પુરૂં પાર્કિંગમાં એક ગેરકાયદે રૂમ બનાવી લીધા

ગ્રાઉન્ડ ફ્લોરમાં બિલ્ડરોએ એલોટેડ પાર્કિંગની વાત કરી હતી જે પણ નથી આપ્યું અને અધૂરામાં પુરૂં પાકિર્ંગમાં એક ગેરકાયદે રૂમ બનાવી લીધો છે જે હાઉસ કિપીંગને આપી દીધો છે. આમ બિલ્ડરોએ પોતે આપેલા વચનોથી સાવ વિપરીત જ કામ કર્યું છે. બિલ્ડરોએ પાર્કિંગમાં ગેરકાયદે રૂમ બનાવી તેનો ટેરેસ પહેલા માળના ફ્લેટ સાથે જોડીને 3 લાખમાં વેચી દીધું છે.

રાજકોટ શહેરના પોશ એરીયા ગણાતા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોકમાં એક બિલ્ડીંગ આવેલું છે જેનું નામ છે શારદા સાનિધ્ય-2. શારદા સાનિધ્ય-2ના બિલ્ડીંગમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે મસમોટી રકમ લઈને બિલ્ડરોએ ફ્લેટધારકોને છેતર્યા છે તેવા આક્ષેપો રહીસો કરીરહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ફ્લેટધારકો ન્યાય મેળવવા માટે મનપા, કમિશનર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. છતાં પણ આ બિલ્ડીંગને બાંધકામનું કમ્પ્લિશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી પણ મળી ગયું. નવાઈની વાત છે ને! ઘરનું ઘર લેવું સૌ કોઈની ચાહત હોય છે. જેનો લાભ ખંધા બિલ્ડરો લઈ લે છે.

Visit Saurashtra Kranti Homepage here

બિલ્ડરો મોટી મોટી વાતો કરી એમેનિટીઝ બતાવીને ફ્લેટ વેંચી મારે છે અને પૂરતી એમેનિટીઝ આપતા નથી. અમુક બિલ્ડરો મસમોટા વચનો આપી અને કાચિંડાની જેમ રંગ બદલતા બિલ્ડરોથી ચેતીનું રહેવા જેવું છે. 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટની પાછળ આવેલા શારદા સાનિધ્ય-2ના ફ્લેટધારકોએ બિલ્ડર વિરૂદ્ધ રાજકોટ મહાનગરપાલિકાને અરજી કરી છે. જેમાં ફ્લેટધારકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડર જીતેન્દ્ર પટેલ અને ચિરાગ પટેલે જે રીતે બ્રોશરમાં પ્લાન બતાવ્યો છે તેવી કોઈ ફેસિલિટી નથી આપી. તેથી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તા. 28-11-2022ના રોજ ફ્લેટ નં-102માં રહેત નિશાંત શાહે બિલ્ડર જીતેન્દ્ર પટેલ વિરૂધ્ધ કમિશનરને અરજી કરી છે. 420, 406ની છેતરામણીની કલમનો ઉમેરો કરવા ફરિયાદ કરવામાં આવી છે.

વર્ષ 2019માં શારદા સાનિધ્ય-2ના બિલ્ડરોએ લોકોને દસ્તાવેજ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારે બિલ્ડરોએ બ્રોશર મુજબ એમેનિટીઝ આપવાના વાયદા કર્યા હતા. જેમાં પાણી, ફાયર સેફ્ટી અને 24 કલાક સિક્યોરીટી આપવાનું વચન આપ્યું હતું ત્યારબાદ બિલ્ડરોએ આ તમામમાંથી એકપણ સુવિધા ન આપતા વારંવાર ફ્લેટધારકોએ રજૂઆત કરતા બિલ્ડરો એવું કહેતા કે, બિલ્ડીંગનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય એટલે કરી આપીશ. જ્યારે વર્ષ 2021માં કમ્પ્લીશન મળી ગયા બાદ પણ બિલ્ડરોએ ઠાગાઠૈયા કરતા ફ્લેટધારકોએ મનપામાં રજૂઆત કરી હતી. જ્યારે વર્ષ 2019માં જ ફાયર એનઓસી એક વર્ષ માટે મળ્યું હતું. ત્યારબાદ ફરીથી તા.5 ડિસેમ્બર 2022ના રોજ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી પરંતુ ફાયર એનઓસી પણ અચાનક મળી ગયું. સેલરમાં જવાનો રસ્તો પણ ન હોવાથી એનઓસી મળી ગયું.

આમ ફ્લેટધારકો પર છેલ્લા 2 વર્ષથી જીવના જોખમે રહે છે. જ્યારે એસોસિએશન બનાવવાની વાત કરી તો બિલ્ડરોએ એવું કહ્યું કે, તમારે હિસાબ નથી માંગવાનો જે આપું તે લઈ લેવાનું. ફ્લેટધારકોએ એવું પણ કહ્યું કે, એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિલ્ડરોના મળતિયા શરદ પોપટ અને કિરીટ ખંધેડિયાને બનાવવા માટે પ્રેશર કરી રહ્યા છે જે અમને મંજૂર નથી. આમ છતાં બિલ્ડરો શરદ પોપટને પ્રમુખ તરીકે સ્વીકારવા માટે દબાણ કરી રહ્યા છે. જ્યારે બિલ્ડરે એવું પણ કહ્યું કે, અત્યાર સુધી જે કંઈ ખર્ચ થયો તે સોસાયટી મેઈન્ટેનન્સમાંથી બાદ કરવાનો રહેશે જ્યારે ખરેખર સોસાયટી જ્યારે એસોસિએશનને સોંપાય ત્યારપછી જ વપરાવું જોઈએ. વર્ષ 2019માં જ મેઈન્ટેનન્સના ચેક ઉઘરાવી લીધા બાદ આજ દિન સુધી એસોસિએશન બનાવ્યું નથી.

બિલ્ડિંગમાં ફાયર વિભાગના અધિકારીઓ સાથે સેટીંગ કરીને એનઓસી મેળવી લીધાનું સામે આવ્યું છે. બિલ્ડર જીતેન્દ્ર પટેલ તથા ચિરાગ પટેલે ફ્લેટધારકોને એમેનિટીઝ તો નહોતી આપી પરંતુ ફ્લેટધારકોના જીવ પણ જોખમમાં મુકી દીધા. એમેનિટીઝમાં તો છેતર્યાં પરંતુ ફાયરના સાધનોમાં પણ ગફલા કર્યા. મહાનગરપાલિકાના ફાયર વિભાગે તા. 5 ડિસેમ્બરના રોજ શારદા સાનિધ્યને નોટિસ ફટકારી હતી. જેમાં કુલ પાંચ મુદ્દાનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ અચાનક જ ફાયર વિભાગે તમામ મુદ્દાઓને ગણકારી એનઓસી રિન્યુ કરાવી દેતા ચકચાર મચી છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાના ફાયર વિભાગના સંબંધિત અધિકારીઓ જ્યારે ચેકિંગ કરવા આવ્યા ત્યારે નોટિસ ફટકારી પરંતુ જે બાબતે નોટિસ ફટકારી તે કામ ન થતા તેનું એનઓસી પણ મળી ગયું. ચર્ચાતી વિગતો મુજબ બિલ્ડરોએ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સેટીંગ કરીને એનઓસી મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફાયર માટે અને ઘર વપરાશ માટે અલગ અલગ ટાંકીની વ્યવસ્થા હોય છે પરંતુ બિલ્ડરોએ કોમન એક જ ટાંકી એ પણ 7500 લિટરની મુકી દેવામાં આવી છે. મનપાના ફાયર વિભાગે કુલ પાંચ મુદ્દાને લઈને નોટિસ ફટકારી હતી. જેમાં પ્રથમ મુદ્દો જે પ્લાન મુજબ બેઝમેન્ટમાં જવા માટે સીડી હોવી જોઈએ જે મુકવામાં નથી આવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here