ચોરીના બનાવ અંગે કોઠારીયા સોલવંટમાં મકાન ધરાવતા અને હાલ જેતપુર રહેતા હેતલબેન હરેશભાઈ ભોજવીયા ઉ.વ.32 એ ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટનાં કોઠારીયા સોલવંટ વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતાં પરિવારના બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો ટીવી ચોરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
હેતલબેન ભોજવીયાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે અગાઉ તેઓ પરિવાર સાથે રાજકોટમાં શાકભાજીનો ધંધો કરતા હતા અને છેલ્લા બે માસથી તેઓ પોતાના ઘરને તાળા મારીને વ્યવસાય અર્થે જેતપુર ગયા હતા અને ત્યાંજ રહેતા હતા.
Read About Weather here
હેતલબેને કોઠારીયા સોલવંટમાં આવેલા ઘરમાં જઈને જોયુ તો સામાન વેરવિખેર મળી આવ્યો હતો અને ઘરમાં રહેલું 42 ઈંચનું ટીવી જોવા મળ્યું ન હતું આથી તેઓ આજીડેમ પોલીસ મથકે દોડી ગયા હતા અને રૂા.10 હજારની કિંમતનું ટી.વી.ચોરાઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી.દરમ્યાન ગત તા.27મી મેના રોજ સવારે તેમના પાડોશમાં રહેતા લીલાબેનનો ફોન આવ્યો હતો કે તમારા મકાનના તાળા તૂટેલા છે. આથી હેતલબેન તાકીદે રાજકોટ દોડી આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here