શાંતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો 48 માં વર્ષમાં મંગલ પ્રવેશ

શાંતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો 48 માં વર્ષમાં મંગલ પ્રવેશ
શાંતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો 48 માં વર્ષમાં મંગલ પ્રવેશ

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે એક અલગ વોર્ડની સ્થાપના

ડો.નિરલ મહેતા તથા નેહલ મહેતા દ્વારા 22 બેડની સુવિધાને વધારી 55 બેડની કરાઈ

શાંતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.નિરલ મહેતા દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 1976 માં ડો. અરવિંદ મહેતા અને ડો. સ્મીતા મહેતા દ્વારા જંકશન પ્લોટના મોરબી હાઉસમાં શરૂ કરાયેલ શાંતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલને 47 વર્ષ પૂર્ણ થયા. આ ઉપક્રમે તેમના પુત્ર ડો. નિરલ મહેતા અને પુત્રવધુ નેહલબેન મહેતા દ્વારા વધુ 22 બેડ વધારી આ 22 બેડની સુવિધાને 55 બેડની કરવામાં આવેલ છે અને ખાસ PM-JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)ના લાભાર્થીઓ માટે એક અલગ વોર્ડ સ્થાપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

તે તેમના દ્વારા ઉપક્રમે અનેરૂ મોબાઈલ એપ (SMH app) બનાવી આ હોસ્પિટલને એક ડગલુ આગળ લઈ જવાના પ્રયત્ન કરવામાં આવેલ છે. આ એપનો હેતુ હોસ્પિટલના દર્દીઓ સાથે પારિવારીક રીતે સંકળાવાનો તથા દર્દીઓને રાહતભાવે વૈશ્ર્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ નવા વિભાગ તથા SMH app નું ઉદ્ઘાટન NEW JERSEY (U.S.A.) થી આવેલ ડો.સુધીર પરીખ અને ડો. સુધા પરીખના હસ્તે કરવામાં આવેલ. આ ઉપરાંત કાર્યક્રમમાં ડો. દર્શિતાબેન શાહ (M.L.A), ચંદુકાંતભાઈ કોટેચા (Project LIFE), મીતલબેન કોટેચા, ડો. મહેશ રાઠોડ, ડો. મૃદુલ શર્મા, ડો. કમલ પરીખ, ડો. ભૌમિક ભાયાણી, ભીમાભાઈ રણમલ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here