શહેર પોલીસમાં ઉચ્ચ અધિકારીઓની વ્હાલા દવલાની નીતિ…!

શહેર પોલીસ
શહેર પોલીસ

વગદાર હથિયારધારી શહેર પોલીસ હજુ પણ કેટલીક મહત્વની જગ્યાએ ફરજપર: ભૂતકાળમાં પ્રશંસનીય કામગીરી કરનાર હથિયારી પોલીસને હાસિયામાં ધકેલી દેવાયા એકને ગોળ એકને ખોળ જેવો ઘાટ

Subscribe Saurashtra Kranti here

સરકારી કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને અન્યાય થાય તો તેઓ યુનિયન મારફતે રજૂઆત કરી ન્યાય મેળવી શકતા હોય છે. પરંતુ પોલીસ ફોર્સ ડીસીપ્લીન ફોર્સ હોવાથી તેઓનું કોઈ યુનિયન બનાવી શકતા ન હોય જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા થયેલ અન્યાયને તેઓએ મુંગા મોઢે સહન કરવાનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા હુકમનું પાલન કરવાની ફરજ પડતી હોય છે.

શહેર પોલીસમાં ઉચ્ચ અધિકારીઓની વ્હાલા દવલાની નીતિનો હથિયારધારી પોલીસ ભોગ બન્યા હોય તેવો સુર ઉઠવા પામ્યો છે. શહેરમાં અગાઉ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિન્હાએ આર્મ્ડ (હથિયારધારી) અને અનાર્મ્ડ (બિન હથિયારધારી) પોલીસ કોન્સ્ટેબલોની કાયદાકીય સતાઓ બાબતે તમામ પોલીસ સ્ટેશન, બ્રાંચ, શાળાઓને લેખિતમાં પરિપત્ર દ્વારા જાણ કરી હતી. બોમ્બે પોલીસ એક્ટ 1951 ની કલમ-2 (4) માં જણાવ્યા પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલએ પોલીસ ઓફિસર તરીકેની તમામ કાયદાકીય સતાઓ કોન્સ્ટેબલને પ્રાપ્ત થઇ છે. બોમ્બે પોલીસ એક્ટમાં આર્મ્ડ અને અનાર્મ્ડ બ્રાંચના કોન્સ્ટેબલો માટે કાયદાકીય સતાઓ જુદી-જુદી દર્શાવેલ નથી, જે સતાઓ અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ઓફિસરની છે. તે જ કાયદાકીય સતાઓ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની પણ છે. આ પરિપત્ર જાહેર કરી હથિયારધારી અને બિન હથિયારધારી પોલીસની સતા અને ફરજો લેવામાં આવી રહી હતી.

Read About Weather here

હાલના સમયમાં શહેર પોલીસ વિભાગમાં હથિયારધારી પોલીસને હાસીયામાં ધકેલી દેવામાં આવતા પોલીસ બેડામાં કચવાટ જોવા મળી રહ્યો છે. તેમ છતાં પોલીસ સ્ટેશન તથા કેટલીક બ્રાંચમાં હાલમાં પણ લાગવગશાહી ધરાવતા કેટલાક હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલોની ફરજ લેવાઈ રહી છે. ત્યારે હસિયામાં ધકેલાયા અને ભૂતકાળમાં શહેરના સંવેદનશીલ વિસ્તારમાં જઈ પ્રસંશનીય કામગીરી બજાવનાર હથિયારધારી પોલીસમાં નારાજગી જોવા મળી રહી છે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની આવી નીતિ કે એકને ગોળ અને એકને ખોળ તથા વ્હાલા દવલાની નીતિ અપનાવામાં આવી રહી હોવાના આક્ષેપો ખુદ પોલીસ બેડામાં થઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here