આગામી નાણાંકીય વર્ષનું બજેટ પ્રજાલક્ષી હિતમાં બનાવવા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત
રાજકોટ મહા નગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24 ના બજેટમાં રાજકોટની જનતાના હિતમાં તેમજ પ્રજાલક્ષી બજેટ બનાવવા વિવિધ મુદ્દે સુચન અને લોકહિતમાં મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ ભાનુબેન સોરાણીએ માંગ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
નવા બજેટમાં કોઈપણ પ્રકારના કરવેરામાં વધારો ન કરવો.બજેટ વાસ્તવિક બનાવવું.પ્રોફેશનલ ટેક્સમાં જેમ વ્યાજમાફી આપી એવી જ રીતે મિલકત વેરામાં વ્યાજમાફી આપવી. શહેરમાં નવા ભળેલ વિસ્તારોમાં નવા ગાર્ડન બનાવવા અને મંજુર થયેલ ટી.પી.સ્કીમમાં જે રિઝર્વેશન ગાર્ડન પ્લોટ હોય ત્યાં ગાર્ડન બનાવવા અને શહેરમાં વિવિધ સ્થળોએ સઘન વૃક્ષારોપણ કરવું. દર ચોમાસે જે રસ્તાઓ તૂટે છે એ ઉપર ખાસ ધ્યાન આપવું.કોઠારિયા,વાવડી અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયાની તમામ સુવિધાઓથી સભર બનાવવા.નવા ભળેલા વિસ્તારોમાં સમતોલ વિકાસ કરવો. વોર્ડ નં.04 માં ભગવતી પરામાં ટીપી-31 ને લાગુ આવેલ ખરાબામાં મીની રેસકોર્સ બનાવવું.
Read About Weather here
વોર્ડ નં.15માં ખોખડદળ નદીને પેરેલલ જતો રસ્તાનું ડેવલોપમેન્ટ કરવું જે રોડ વોર્ડ નં.18, 15 અને 16ના લોકોને અવરજવર માટે લાગુ પડે છે. રૈયા ટી.પી. 04 માં હોસ્પિટલ અનામત હેતુના પ્લોટમાં મલ્ટીસ્પેશીયલ હોસ્પિટલ બનાવવી. વોર્ડ નં.04 થી વોર્ડ નં.03 ને જોડતા આજી નદી ઉપર નવો બ્રીજ બનાવવો.જુના રાજકોટના મુખ્ય માર્ગો છે એ તમામને રીનોવેશન કરવા અને વધુ મજબુત અને ટકાઉ કરવા.મિલિંગ મશીન ટેકનોલોજીથી નવા રોડ – રસ્તા બનાવવા તેમજ મુખ્ય માર્ગો ઉપર કરવામાં આવતા પેચ કામમાં પણ મિલીંગ મશીન ટેકનોલોજીથી કરવા જેથી મકાનની પ્લીન્થ નીચી રહી જવાના અને પાણી ઘરમાં ભરાવાના પ્રશ્ર્નોને અવકાશ ન રહે. કાલાવડ રોડ પર કટારીયા ચોકમાં થતી ટ્રાફિક સમસ્યાને નિવારવા ઓવરબ્રીજ બનાવવો સહિતની તેમણે લેખિત રજૂઆત કરી હતી.
સુવિધાવાળા આરોગ્ય કેન્દ્રો બનાવવા સમયની માંગ
આરોગ્ય કેન્દ્રોનું અધ્યતન બાંધકામ કરવું, તમામ પ્રકારની સુવિધાવાળા આરોગ્યકેન્દ્રો બનાવવા, મનપાની લેબોરેટરી અને ટેસ્ટીંગ સેન્ટર બનાવવા જેથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને ખુબ જ નજીવા દરે આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તેમજ ખાલી સેટઅપ મુજબ મહેકમ ભરવું.લેવલ પાર્કિંગ પોલીસી ચુસ્ત અમલી કરાવી ટ્રાફિક સમસ્યા કાયમી નિવારણ લાવવા અમલ કરવા સૂચન કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here