કુલ 18 મિલ્કતોને સીલ, 22 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. 65.17 લાખ રિકવરી
વસુલાત ફક્ત ત્રણ ઝોનના સિવિક સેન્ટર પર ચાલુ રહેશે
રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા કુલ રૂ.65.17 લાખની રિકવરી કરવામાં આવી છે. વોર્ડ નં- 4માં કુવાડવા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 5માં જુના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસમાં રણછોડનગરમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 75 હજાર રિકવરી. વોર્ડ નં- 7માં બંગડી બજારમાં આવેલ 4-કોમર્શીયલ મિલકતોના બાકી માંગણા સામે રૂ. 2.60 લાખ રિકવરી, રજપૂતપરામાં આવેલ અમરદીપ કોમ્પલેક્ષમાં આવેલ 2-કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલ કરેલ છે,
Visit Saurashtra Kranti Homepage here
ગાંધી ભવન કોમ્પલેક્ષમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે, લીમડા ચોકમાં આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે, યાજ્ઞિક રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.26 લાખ રીકવરી, પ્રમુખ સ્વામી આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શોપ નં.:-5, 6ને બાકી માંગણા સામે સીલ કરેલ છે, ટાગોર રોડ પર અરીહંત એપાર્ટમેન્ટમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે, રજપૂતપરામાં આકાર કોમ્પલેક્ષમાં 3-યુનિટના બાકી માંગણા સામે હરરાજીની કાર્યવાહીમાં કોઈ લેવાલ ન આવતાં હરરાજી મોકૂફ રાખેલ છે.
વોર્ડ નં- 8માં અમીન માર્ગ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.58 લાખ રિકવરી, કાલાવડ રોડ પર આવેલ કોટક બેંકના બાકી માંગણા સામે રૂ. 3.63 લાખ રિકવરી, હનુમાન મઢી પાસે આવેલ 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.94 લાખ રિકવરી. વોર્ડ નં- 10માં નાના મવા મેઇન રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 77 હજાર રિકવરી. વોર્ડ નં- 12માં વાવડીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 53 હજાર રિકવરી. વોર્ડ નં- 15માં આજી વસાહત પાસે આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.18 લાખ રિકવરી. વોર્ડ નં- 16માં ન્યુ સાગર સોસાયટી પાસે આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.20 લાખ રીકવરી. વોર્ડ નં- 17માં 5-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.
Read About Weather here
આગામી શનિવાર તેમજ રવિવારે વેરા-વસુલાત શાખા, ઝોન ઓફીસ, તથા વોર્ડ ઓફીસની કામગીરી ચાલુ રહેશે તથા વસુલાત ફક્ત ત્રણ ઝોનના સિવિક સેન્ટર પર ચાલુ રહેશે.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here