પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા વિશેષ ઉપસ્થિત રહેશે
રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલાની યાદીમાં જણાવે છે કે, રાષ્ટ્રીય ભાજપ કારોબારી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી બાદ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ રાજકોટ જીલ્લાની કારોબારી ત્યારબાદ રાજકોટ જીલ્લાના તમામ તાલુકાઓમાં કારોબારી બેઠકો યોજવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અનુસાર રાજકોટ જીલ્લા ભાજપની કારોબારી જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ રક્ષાબેન બોળીયાની વિશેષ ઉપસ્થિતિમાં તા.4 ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે 9 કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાશે.
Read About Weather here
આ કારોબારી બેઠકમાં ભાજપના પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત કેબીનેટ મંત્રીઓ તથા ધારાસભ્યઓનું સન્માન, વિવિધ પ્રસ્તાવો, આભાર પ્રસ્તાવ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસકાર્યોને જન-જન સુધી પહોંચાડવાના કાર્યક્રમો તેમજ આગામી સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.
રાજકોટ જીલ્લા ભાજપની પ્રદેશ કારોબારીમાં મંડળમાં રહેતા પ્રદેશ તેમજ જીલ્લાના હોદેદારઓ તેમજ પ્રદેશ મોરચાના હોદેદારઓ, મંડળમાં રહેતા જીલ્લા મોરચાના પ્રમુખ,મહામંત્રી તેમજ હોદેદાર, સાંસદઓ, ધારાસભ્યઓ, પૂર્વ સાંસદઓ, પૂર્વ ધારાસભ્યઓ, મંડળમાં રહેતા જીલ્લા કારોબારી સભ્ય,આમંત્રિત સભ્ય તેમજ વિશેષ આમંત્રિત સભ્ય, મંડળમાં રહેતા જીલ્લા સેલના ક્ધવીનર તેમજ સહ-ક્ધવીનર, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચુટાયેલા સભ્યઓ અને સહકારી ક્ષેત્રના ભાજપના ચૂંટાયેલા ચેરમેન તેમજ ડિરેક્ટરઓ તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ અનુરોધ કરેલ છે.તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ જણાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here