મલાઈકા દરેક આઉટફિટ ઘણી જ સહજતાથી કૅરી કરતી હોય છે, પછી તે વેસ્ટર્ન વેર હોય કે એથનિક. હાલમાં જ મલાઈકા પોતાના લુકને કારણે સો.મીડિયામાં વાઇરલ થઈ છે. 48 વર્ષીય મલાઈકા અરોરા પોતાના સ્ટનિંગ લુક્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા વ્હાઇટ સાડીમાં જોવા મળી હતી.મલાઈકા અરોરા મુંબઈમાં યોજાયેલા દાદા સાહેબ ફાળકે એક્સિલન્સ અવોર્ડ્સમાં હાજર રહી હતી. અવોર્ડમાં મલાઈકા વ્હાઇટ રંગની નેટની સાડી પહેરીને આવી હતી.




Visit Saurashtra Kranti Homepage here
આ સાથે જ તેણે મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો. મલાઈકાએ રાઉન્ડ બિગ સાઇઝ ઇયરરિંગ્સ, રિંગ્સ તથા સિલ્વર ક્લચથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મેકઅપની વાત કરીએ તો આંખો પર હેવી તથા ન્યૂડ લિપ્સ રાખ્યા હતા. મલાઈકાના ચાહકોને એક્ટ્રેસનો આ લુક ઘણો જ પસંદ આવ્યો છે. એક યુઝરે કહ્યું હતું કે તે વાસ્તવમાં ખૂબ જ સુંદર લાગે છે. અન્ય એકે કહ્યું હતું કે તેની સાડી તથા મેકઅપ કમાલના છે.
Read About Weather here
અન્ય એકે કમેન્ટ કરી હતી કે મલાઈકા ગજ્જબની લાગે છે, 21ની હોય તેવી સુંદર લાગે છે.કેટલાંક યુઝર્સે મલાઈકાને ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે આંટી હિરોઈન બની. અન્ય એકે લખ્યું હતું કે તેણે ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. અન્ય એકે એમ કહ્યું હતું કે મલાઈકા સુંદર નથી, પરંતુ પાતળી હોવાને કારણે સારી લાગી છે. રિહાના તથા જેનિફર લોપેઝ આવા કપડાં પહેરે તો લોકોને સારું લાગે છે, પરંતુ જો તે વેસ્ટર્ન આઉટફિટ પહેરે તો લોકો તેને એક સંતાનની માતા હોવાની વાત કરે છે. આ લોકોના ડબલ ધારા-ધોરણો છે.મલાઈકાને ટ્રોલિંગથી કોઈ ફેર પડતો નથી. મલાઈકાએ અનેકવાર આ મુદ્દે વાત કરી હતી. મલાઈકાએ કહ્યું હતું કે તેને આવા લોકો હિપોક્રેટ લાગે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here