વ્યાજના ધંધામાં લીપ્ત ચૌક્કસ પોલીસ કર્મી. સુધી ડીસીપીના હાથ પહોંચશે ખરા?

વ્યાજના ધંધામાં લીપ્ત ચૌક્કસ પોલીસ કર્મી. સુધી ડીસીપીના હાથ પહોંચશે ખરા?
વ્યાજના ધંધામાં લીપ્ત ચૌક્કસ પોલીસ કર્મી. સુધી ડીસીપીના હાથ પહોંચશે ખરા?
શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઊંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે. ભોગબનનારની માલ મિલ્કતો ગેર કાયદેસર રીતે રાખી લેતા હોય છે, અથવા લખાવી લેતા હોય છે. અને બાદમાં ભોગબનનાર વ્યકિત ઊંચું વ્યાજ ચુકવતો રહે છે, જેમાં મુદ્દલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર શખ્સો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે, જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી ગેરકાયદેસરની પ્રવૃતી સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા સુચના આપવામાં આવી છે. જે સુચનાના અનુસંધાને ડીસીપી ક્રાઈમની કચેરી દ્વારા વ્યાજંકવાદ અંગે એક હેલ્પ લાઇન નંબર 70168 08244 કે જેમાં વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો નિર્ભયપણે વોટસએપ દ્વારા અરજી મોકલી શકે છે. અરજીમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અરજીકર્તાઓ જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી પોલીસ કમિશનર ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્થિત ડીસીપી(ક્રાઇમ)ની કચેરી ખાતે જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 વાગ્યાથી બપોરે 1 દરમ્યાન રૂબરૂ આવી પોતાની રજૂઆત કરી શકશે. અને રાજકોટ શહેરના નાગરિકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સમયસર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે કસુરદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવી પોલીસ દ્વારા ખાતરી અપાઈ છે.

રાજકોટમાં વ્યાજખોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. જોકે હવે વ્યાજખોરોની ખેર નથી. કારણ કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચે વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અને જો તમે વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હોય તો રાજકોટ ડીસીપી ક્રાઇમની કચેરીનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

પરંતુ પોલીસ લોકોમાટે અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે અમુક લોકો વાડ જ ચીભડા ગળેનો રોલ કરે છે મતલબ પોલીસ દ્વારા લોકોના પરીવારને બચાવવા માટે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જેવા શહેરમાં તો ખુદ પોલીસના કર્મીઓ પણ વ્યાજખોર બની હોવાની વાત ચર્ચાઇ રહી છે. અનેક લોકોને પોલીસ કર્મીઓ દ્વારા જ નાણા આપીને મોટુ વ્યાજ વસુલ કરવામાં આવે છે અને પોલીસને આ કામ કરવાથી ઘણા ફાયદો પણ મળે છે અને કામ કરવુ પણ સહેલુ બની જાય છે. કારણકે જ્યારે પૈસા કઢાવવાના થાય તો તરત જ પોલીસનું જ નામ આપીને પોતાનું કામ પતાવતા હોવાની પણ વાત વાયુ વેગે શહેરભરમાં ફરી રહી છે.

લોકોમાં એ પણ ચર્ચા થઇ રહી છે કે ડીસીપી શહેરભરમાંથી વ્યાજખોરો-જમીનમાફિયાને ભોંભીતર કરી નાખવા મેદાને ઉતર્યા છે પણ ખરેખર તેઓએ તેના જ ડિપારમેન્ટની એક વાર ઉલટ તપાસ કરીને જોવુ જોઇએ કે જે નિયમો આપડે બનાવીએ છીએ તેને તોડનારા સૌ પ્રથમ આપડા જ વિભાગના કેટલા કર્મચારીઓ છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસના અનેક કર્મચારીઓ કે જે પહેલા અથવા તો હાલમાં પણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ અથવા તો કોઇ ખાસ બ્રાન્ચમાં ફરજ બજાવે છે.

Read About Weather here

તેમાંથી કેટલાક લોકોએ વ્યાજના ધંધા બેફામ શરૂ કર્યા હોવાની ચર્ચાઓ શહેરભરમાં ખુલ્લેઆમ થઇ રહી છે. શહેરીજનો સૌ કોઇ જાણે જ છે કે ક્યા ચોકમાં કંઇ પાનની દુકાને અથવા તો કંઇ ખાનગી ઓફીસમાં વ્યાજનો ધંધો ખુદ પોલીસ જ દ્વારા ચલાવાય છે? જો પોલીસને આવો ટાઇમ ન હોય તો તેના દ્વારા કોઇ મળતીયાને મુકીને પોતાના નામે પણ કામગીરી કરાતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છેે. તો ડીસીપીએ એકવાર આવા પોલીસ કર્મઓની તપાસ કરવી ખુબ જ જરૂરી છે જેને કારણે તેના કાર્યમાં કોઇ વિઘ્ન ન આવે અને શહેરભરમાંથી વ્યાજખોરોને ડામવા પ્રયત્ન કરી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here