પોતાની ટીમ દિલ્હીને મોટી જીત અપાવ્યા બાદ તે જે રીતે મેદાનમાં દેખાયો તેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ બાદ ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વાસ્તવમાં મેચમાં દિલ્હી જીત્યા પછી વોર્નરે દક્ષિણ ભારતીય ફિલ્મ ‘પુષ્પા’નો પ્રખ્યાત સ્ટેપ ‘મૈં ઝુકેગા નહીં’ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
IPLમાં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે પંજાબ સામે 30 બોલમાં 60 રન ફટકારીને પોતાની ટીમને જોરદાર જીત અપાવી હતી. દિલ્હી માટે ડેવિડ વોર્નરની આ સતત ત્રીજી અડધી સદી હતી. તેણે વિનિંગ ફોર ફટકારીને મેદાનમાંથી પેવેલિયન પરત ફરવાનું શરૂ કર્યું કે તરત જ તેણે ફિલ્મ ‘પુષ્પા’ની આ પ્રખ્યાત એક્ટિંગ કરી. બાદમાં તે રિષભ પંત સાથે પણ આ સ્ટેપ રિપીટ કરતો જોવા મળ્યો હતો.
Read About Weather here
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે બેટિંગની શરૂઆત સારી કરી હતી, પરંતુ જેવી પહેલી વિકેટ પડી કે તે પછી એક પછી એક વિકેટો પડવાનો ધમધમાટ જોવા મળ્યો. દિલ્હીના ઓપનર પૃથ્વી શો (41) અને ડેવિડ વોર્નરે (60) રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને પંજાબના બોલરો પર દબાણ જાળવી રાખ્યું હતું. વિસ્ફોટક બેટ્સમેનથી ભરેલી પંજાબની ટીમ માત્ર 115 રન જ કરી શકી. જવાબમાં દિલ્હીએ આ લક્ષ્ય માત્ર 1 વિકેટ ગુમાવીને 11મી ઓવરમાં હાંસલ કરી લીધું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here