રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજેવોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર નવા બની રહેલ ગાર્બેઝ સ્ટેશન, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (ઈઇંઈ), વાંચનાલયની વિઝિટ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં. 18ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી.વોર્ડ નં. 18માં ચાલી રહેલી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાંચનપ્રિય નાગરિકો માટે કોઠારીયા રોડ પર બની રહેલ વાંચનાલયમાં 25*25નો એક મોટો રૂમ, ટોઇલેટ બ્લોક વગેરેનું રીનોવેશનનું કામ પુર્ણ થયેલ છે.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર સહિતના હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here