વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી : વિરાણી હાઇસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન

વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી : વિરાણી હાઇસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન
વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી : વિરાણી હાઇસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન
આજે સમગ્ર વિશ્ર્વ પાશ્ર્ચાતય સંસ્કૃતિનું આઘળું અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ છે. વૃધ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. મા-બાપ અને સંતાનો વચ્ચેની આત્મીયતા ઘટી રહી છે. ત્યારે વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરૂજનો માટે સન્માન વધે, ભાવિ પેઢીના માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી વિરાણી હાઈસ્કૂલના પ્રાર્થના ખંડમાં માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કાર્યક્રમની શરૂઆતમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડે જેવા પશ્ર્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરે તે માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા બ્રહ્મદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું.આ ઉપરાંત સીજે ગ્રુપના સહયોગથી 65 જેટલા માનસિક દિવ્યાંગજનોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેનર પર રાષ્ટ્રભાવના અંગેના પોતાના વિચારો લખ્યા હતા.

Read About Weather here

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા, રામકૃષ્ણ આશ્રમના સ્વામી શ્રી ધર્મપાલાનંદજી મહારાજ, સામાજીક અગ્રણી મહેશભાઈ રાજપૂત સી.જે. ગ્રુપના ચેરમેન ચિરાગભાઈ ધામેચા (જલારામ) તથા શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યાં હતા. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here