‘પ્રથમ પ્રેમ રાષ્ટ્ર પ્રેમ’ વિચારધારા હેઠળ ઇન્ડિયન લાયન્સ અને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા વેલેન્ટાઇન ડેના દિવસે ‘આઇ લવ ભારતમાતા’ કાર્યક્રમનું આયોજન
દરેક વિધાર્થીઓ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ (ફીલીંગ્સ) બેનરમાં લખીને વ્યકત કરશે: ગાયમાતાનું પૂજન પણ કરવામાં આવશે
ઇન્ડિયન લાયન્સ અને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા કિશાનપરા ચોક રાજકોટ ખાતે 14મી ફેબ્રુઆરીએ પ્રથમ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમની અભિવ્યકિત માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કિશાનપરા ચોક ખાતે 14મી ફેબ્રુઆરીએ સવારના સમયે શાળાના વિદ્યાર્થીઓ પોતાનો પ્રથમ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ અભિવ્યકત કરવા એકત્રીત થશે.
Visit Saurashtra Kranti Homepage here
દરેક વિદ્યાર્થીઓ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ (ફીલીંગ્સ) બેનરમાં લખીને વ્યકત કરશે. બપોરે 3:30 કલાકે કિશાનપરા ચોક ખાતેથી નીકળનાર ભારતમાતાની યાત્રામાં રાષ્ટ્ર સમરર્પિત લોકો જોડાશે અને સાંજે 6:30 કલાકે જાહેર જનતા રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ અભિવ્યકત કરી શકે તે માટે ભારતમાતાનું પૂજન તથા ભારતમાતાની મહાઆરતીમાં જોડાશે તેમજ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ (ફીલીંગ્સ) બેનરમાં લખીને વ્યકત કરશે.
ઇન્ડિયન લાયન્સ સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સમર્પિત અને નિ:સ્વાર્થ બની સમાજકાર્ય માટે તત્પરતા ધરાવનારની ક્ષમતા, રૂચિ અને કાર્ય-પધ્ધતિ મુજબ મંચ/પ્લેટફોર્મ આપે છે. નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન પ્રખર રાષ્ટ્રવાદીઓનો સંગ્રહ-મંચ છે. રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રનું ઉત્થાન, રાષ્ટ્રના સ્વાભિમાનનો આધાર જે તે રાષ્ટ્રના રાષ્ટ્ર સમર્પિત નાગરીકો ઉપર છે. આમ, લોકોના હદયમાં પડેલ રાષ્ટ્રવાદ ફરી ઉજાગર કરવા સતત કાર્યરત છે.
રાજકોટ શહેરની રાષ્ટ્રપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં સહ-પરીવાર પધારવા જાહેર આમંત્રણ છે.
Read About Weather here
પ્રથમ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ- આઇ લવ ભારતમાતા કાર્યક્રમની સફળતા બનાવવા માટે એભલભાઈ ગરૈયા, કૌશિકભાઈ ટાંક, વનરાજભાઈ ગરૈયા, પ્રશાંતભાઈ લાઠીગ્રા, જીજ્ઞેશભાઈ રામાવત, મયુરભાઈ પાટડીયા, પરેશભાઈ ખોખર, જયેશભાઈ જાની, જોહરભાઈ કપાસી, હસમુખભાઈ કાચા, સુરેશભાઈ કટારીયા, વિપુલભાઈ પારેખ, હુસેનભાઈ બદાણી, હસુભાઈ ગણાત્રા, અક્ષયભાઈ અજાગીયા, જાગૃતભાઈ ઝીંઝુવાડીયા, રવિભાઈ આહીર, જગદીશભાઈ મિસ્ત્રી, પ્રાગજીભાઈ ગડારા, વજુભાઈ સોલંકી, ધ્રુવભાઈ કુંડેલ, રાજેશભાઈ સોલંકી, દેવેનભાઈ સોની, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ ચાવડા, નિરવભાઈ સોલંકી, જશભાઈ રાઠોડ, હરેશભાઈ રાઠોડ, ચિરાગભાઈ ખોખર, કીર્તિબેન કવૈયા, મીનલબેન પરમાર,રીટાબેન ચૌહાણ, આશાબેન ભટટી, ઉષાબેન પરસાણા, ડો. જયોતીબેન હાથી, ડો. ગીરાબેન માંકડ તથા વિનોદભાઈ પટેલ તથા વિક્રમસિંહ પરમાર, ડો. હરેશભાઈ ભાડેસીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here