વેપારી સાથે છેતરપિંડી…!

વેપારી સાથે છેતરપિંડી...!
વેપારી સાથે છેતરપિંડી...!
વૈષ્ણોદેવી સર્કલના વોટરલીલીમાં રહેતા શેઠ ઉત્તમભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં સન બિલ્ડર ગૃપના માલિક દીપ પટેલ, એસ્ટેટ બ્રોકર આશેષ અગ્રવાલ, જૈમિન બ્રહ્મભટ્ટ, સુનિલભાઈ અને પ્રવીણભાઈ પટેલ વિરુદ્ધ અરજી કરી છે. સંખ્યાબંધ લોકોને ફલેટ, ઓફિસ, દુકાનોમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાનો પડાવીને ભાગી ગયેલો એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અશેષ અગ્રવાલ સહિત 3 એસ્ટેટ બ્રોકરોએ ગાંધીનગરના એક વેપારીને સન બિલ્ડર ગૃપની જુદી જુદી સ્કીમોમાં 100થી વધારે ફ્લેટ, દુકાનો, ઓફિસો લખી આપી હતી પરંતુ દસ્તાવેજ કરી આપતા ન હતા.તેઓ 2016માં ઉત્તમભાઈને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું હોવાથી આ ચારેય એસ્ટેટ બ્રોકરે તેમની મુલાકાત સન બિલ્ડર ગ્રૂપના માલિક દીપ નરેન્દ્રભાઈ પટેલ સાથે કરાવી હતી. જેથી દીપના કહેવાથી ઉત્તમભાઈએ જીવરાજ પાર્ક ખાતેના સન ગ્રાવીટાસમાં 18 ઓફિસ, આશ્રમ રોડ પરના સન વેસ્ટ બેંકમાં 11 ઓફિસ, રાજપથ કલબ પાછળના સન ઓરબીટમાં 2 ઓફિસ, શેલા સન એટમોસ્ફિયરમાં 24 દુકાન અને 6 ફલેટ, સાઉથ બોપલમાં સન સાઉથ રેઈસમાં 10 ફલેટ અને 24 દુકાન, બોપલમાં આવેલા સન સાઉથ વિન્ડસમાં 26 ફલેટ, શેલામાં આવેલા સન વેસ્ટ ફેસમાં 4 દુકાન, મળીને 100 કરતાં પણ વધારે મિલકતમાં રૂ.85 કરોડનું રોકાણ કરાવ્યું પરંતુ પરંતુ દીપ પટેલ આ તમામ પ્રોપર્ટીમાંથી એક પણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરી આપતો ન હતો.

Read About Weather here

બોપલમાં રહેતા અતુલભાઈ નાઈકે 2 જૂનના રોજ એલિસબ્રિજ પોલીસમાં સન બિલ્ડર ગૃપ તેમજ નિર્ગુણા ઈન્ફ્રા.ના માલિક નરેન્દ્રભાઈ પટેલ, દીપ પટેલ,મેહુલ પટેલ, જયમીન ચક્રવર્તી, સુનિલ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આશ્રમ રોડ પર વેસ્ટ બેંક સ્કીમમાં રૂ.20.53 લાખ ભરીને ઓફિસ બુક કરાવી પણ દસ્તાવેજ નહોતા કરી આપતા.ઉત્તમભાઈ શેઠ પાસેથી જે ટોળકીએ રોકાણના નામે પૈસા પડાવ્યા હતા, તેમાં એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ પણ સામેલ હતો. અશેષ અગ્રવાલ આ જ રીતે સંખ્યાબંધ લોકોના કરોડો રૂપિયાનો ફાંદો કરીને 2 વર્ષ પહેલા ભાગી ગયો હતો. જો કે સેટેલાઈટ પોલીસે અશેષ અગ્રવાલને શોધવા માટે ખૂબ પ્રયાસ કર્ય પરંતુ 2 વર્ષ પછી પણ તે મળી શક્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here