વેપારી પર હુમલો…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.શહેરના સાધુવાસવાણી રોડ પર દુકાન બંધ કરો તેમ કહી વેપારી બંધુ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મવડીના સરદારનગરમાં રહેતા અને સાધુવાસવાણી રોડ પર મનમંદિર કોલ્ડ્રીંક્સ નામે દુકાન ધરાવતા ભાવિનભાઇ જયેશભાઇ મંડીર અને તેમના મોટાભાઇ રવિભાઇ ગુરૂવારે રાત્રે એકાદ વાગ્યે તેમની દુકાને હતા ત્યારે ગુરૂજીનગર ક્વાટર્સમાં રહેતો સોહિલ બુકેરા અને રોહિત નેપાળી ત્યાં ધસી ગયા હતા અને સોહિલે ગાળો ભાંડી દુકાન બંધ કરવાનું કહી ધમાલ શરૂ કરી હતી. રવિભાઇ તેને સમજાવવા જતાં સોહિલે તેને ફડાકા ઝીંકી દીધા હતા.

Read About Weather here

મોટાભાઇને બચાવવા પડેલા ભાવેશભાઇને સોહિલ અને રોહિત નેપાળીએ મારકૂટ કરી બાઇકની ચાવીથી છાતી પર છરકા કર્યા હતા. બનાવ અંગે ભાવિન મંડિરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.હુમલો થતાં બંને ભાઇઓએ દેકારો કરતા લોકોના ટોળાં એકઠા થઇ જતાં બંને શખ્સો ભાગ્યા હતા, જોકે જતા જતાં પણ સોહિલે ધમકી આપી હતી કે, આજે તો જીવતા જવા દઉ છું, પરંતુ કાલે દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here