ઈન્ડોર અને આઉટડોરમાં મળીને 1700થી પણ વધુ લોકોએ ભાગ લીધા
વી.વી.પી. સ્ટુડન્ટ અને સ્ટાફ સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ઈન્ડોર અને આઉટડોરમાં કુલ મળીને 1700થી પણ વધુ લોકોએ ભાગ લીધો. વિદ્યાર્થી જીવનમાં સ્પોર્ટસનો ખૂબ અગત્યનો ફાળો છે. વધુને વધુ વિદ્યાર્થીઓ રમતા થાય તે માટે અમે લોકો પણ પ્રયત્નો કરી રહ્યા છીએ.
Visit Saurashtra Kranti Homepage here
વી.વી.પી. સ્પોર્ટસ ફેસ્ટીવલ પ્રસંગે જયદેવભાઈ શાહ જી.ટી.યુ.ના સ્પોર્ટસ ઓફિસર ડો. આકાશભાઈ ગોહિલની સાથે વી.વી.પી.ના આ ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે વી.વી.પી. ગવર્નીંગ બોડીના સભ્ય વિનોદભાઈ લાઠીયા, વી.વી.પી.ના પ્રિન્સિપાલ ડો. તેજસભાઈ પાટલીયા ઉપસ્થિત રહ્યા હતા.વી.વી.પી. સ્પોર્ટસ ફેસ્ટીવલમાં વિદ્યાર્થી અને સ્ટાફ રમતોમાં વિજેતા થયેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. તેજસભાઈ પાટલીયાના કુશળ માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ ક્ધવીનર ડો. સચિનભાઈ રાજાણી, કો-ક્ધવીનર મયુરભાઈ દેવમુરારી, રાહલુભાઈ જાદવ, કેતનભાઈ પરમાર, પ્રદિપસિંહ સરવૈયા, પ્રો. પાર્થભાઈ દેલવાડીયા, રીટાબેન શાપરીયા, તેજસભાઈ ગુંદીગરા, પ્રો. કુંજનભાઈ ભંડેરી, પ્રો. રાહુલભાઈ વોરા, ડો. વિશાલભાઈ નિમાવત, ધિરેનભાઈ જાદવ, પ્રો. ગૌરવભાઈ પરમાર, રોનકભાઈ પરમાર, કલ્પેશભાઈ રાણીંગા તેમજ સમગ્ર કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે ભારે જહેમત ઉઠાવી હતી.
Read About Weather here
આટલા સુંદર આયોજન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here