વીરપુરમાં તંત્રની લાપરવાહીથી જળાશયો ખાલીખમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વહીવટી તંત્રની બેદરકારીએ રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પાણીની સમસ્યા વિકટ બનાવી છે. અહીં 3 જેટલા પાણીના ચેકડેમ અને તળાવો લીકેજ હોય ધરાર રીપેર નહીં કરતા ક્રિકેટના મેદાન બન્યા છે અને ખેડૂતોને પિયત વગર રોવાનો વારો આવ્યો છે.રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ગત ચોમાસા દરમિયાન પૂરતા વરસાદના પગલે અહીંના નદી નાળાઓ અને તમામ ચેક ડેમો છલકાઈ ગયા હતા. જેમાં વીરપુરની 3 જેટલા ચેકડેમો અને તળાવ પણ છલકાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સરયામતી નદી ઉપર આવેલ અને મેવાસા જવાના રસ્તે આવેલ છે. જે ખેડૂતોની અંદાજિત એક હજાર વિઘાથી વધુ જમીનમાં પિયત માટે પાણી પૂરૂં પાડતા હતા. ગત ચોમાસામાં આ 3 ચેકડેમ તેમજ તળાવ છલોછલ થઇ ગયા હતા, પરંતુ પાણીના વધારે વહેણ અને નબળા કામને કારણે લીકેજ થવાનું શરૂ થયું હતું અને ખેડૂતો દ્વારા સબંધિત અધિકારીઓને ધ્યાન દોરવામાં આવેલ હતું.

Read About Weather here ચોમાસાંમાં પાણીથી છલોછલ ભરાઈ ગયા બાદ જયારે પાણીની ખાસ જરૂરિયાત હોય ત્યારે જ આ પાણી વહીને ખાલી થઇ જાય છે. તંત્રની બેદરકારીને લઈને આ તળાવ રીપેર ન થતા બધું પાણી વહી જાય છે અને ખેડૂતોને મોટી મુશ્કેલી સર્જાય છે. આ ખેડૂતોની અનેક રજુઆત અને ફરિયાદ સરકારના બેરા કાને અથડાઈ છે, અને આ તળાવો તેમજ ચેકડેમોની કોઈ નક્કર કામગીરી થતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here