વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં 9મા સ્‍થાને પહોંચી ગયા મુકેશ અંબાણી…!

વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં 9મા સ્‍થાને પહોંચી ગયા મુકેશ અંબાણી...!
વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં 9મા સ્‍થાને પહોંચી ગયા મુકેશ અંબાણી...!
તેણે સ્‍ટીવ બાલ્‍મર અને લેરી એલિસનને પાછળ છોડીને બે સ્‍થાનની છલાંગ લગાવી છે. ફોર્બ્‍સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્‍ટમાં આજે મુકેશ અંબાણ ૫ બિલિયનની કમાણી સાથે ટોપ વિનરમાં નંબર વન સ્‍થાન પર છે, જયારે ટોપ લૂઝરમાં નંબર વન એલોન મસ્‍ક છે, જેમણે એક સિંગલમાં  $૧૨.૧ બિલિયનનું નુકસાન કર્યું છે. નવી દિલ્‍હી, તા.૨૧: રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે વિશ્વના ટોપ ૧૦ ધનિકોની યાદીમાં નવમા સ્‍થાને પહોંચી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના શેરમાં વધારાને કારણે, સવારે ૧૦.૧૫ વાગ્‍યા સુધી અંબાણીની નેટવર્થમાં  $૪.૭ બિલિયનનો વધારો થયો હતો. મુકેશ અંબાણી બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સમાં ૯માં ક્રમે અને ફોર્બ્‍સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં ૧૦માં ક્રમે છે. ગુરુવારે સવારે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનો શેર આજે રૂ.૨૭૭૬.૪૦ના ૫૨ સપ્તાહની ટોચે પહોંચી ગયો છે.તે જ સમયે, ગૌતમ અદાણીની સંપત્તિમાં આજે ૨.૪ અબજ ડોલરનો વધારો થયો છે.

તે હજુ પણ બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સમાં ૬ઠું સ્‍થાન ધરાવે છે. તેમની કુલ સંપત્તિ  $૧૧૭ બિલિયન છે અને અંબાણીની સંપત્તિ  $૧૦૧ બિલિયન છે.જયારે ફોર્બ્‍સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્‍ટ અનુસાર, ગૌતમ અંબાણીની કુલ સંપત્તિ હાલમાં  $૧૨૧.૯ બિલિયન છે, જયારે અંબાણીની $૧૦૪.૩ બિલિયન છે.ફોર્બ્‍સ દ્વારા રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ રેન્‍કિંગ વિશ્વના સૌથી ધનિક લોકોના દૈનિક ઉતાર-ચઢાવને ટ્રેક કરે છે.

Read About Weather here

સંપત્તિ-ટ્રેકિંગ પ્‍લેટફોર્મ ફોર્બ્‍સ દ્વારા અબજોપતિ હોવાની પુષ્ટિ કરાયેલ દરેક વ્‍યક્‍તિની સંપત્તિ અને રેન્‍કિંગ પર સતત અપડેટ આપે છે. જયારે સંબંધિત સ્‍ટોક એક્‍સચેન્‍જ ખુલ્લું હોય ત્‍યારે વ્‍યક્‍તિઓના જાહેર હોલ્‍ડિંગનું મૂલ્‍ય દર ૫ મિનિટે અપડેટ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here