વિશ્ર્વાસુ સાથીઓની સલાહની અસર? નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાઈ?

વિશ્ર્વાસુ સાથીઓની સલાહની અસર? નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાઈ?
વિશ્ર્વાસુ સાથીઓની સલાહની અસર? નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાઈ?
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં લેઉવા પટેલ સમાજનાં લોકપ્રિય નેતા અને ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ લાંબા મનોમંથન, દ્વિધા ભરી મનોકવાયત અને લાંબી ચર્ચા- વિચારણાને અંતે એવા મત પર પહોંચ્યા હોવાનું કહેવાય છે કે, રાજકારણમાં પ્રવેશ કરવો જરૂરી નથી અને કરવો પણ ન જોઈએ. નરેશ પટેલની નજીકનાં અંતરંગ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, નરેશ પટેલ રાજકારણમાં જવાનો ઈરાદો માંડી વાળવાનું મન બનાવી ચૂક્યા છે. એટલે જ આજે સાંજે યોજેલા મીડિયા મિલનમાં તેઓ કોઈ મોટી જાહેરાત કરવાના નથી. એવું કહેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અને પ્રવેશ થાય તો ક્યાં પક્ષમાં થાય એ મુદ્દો રાજ્યભરનાં રાજકીય પંડિતોથી માંડીને મીડિયા અને આમ આદમીમાં ભારે રસપ્રદ ચર્ચાનો વિષય બની ગયો હતો. ખૂદ નરેશ પટેલ વારંવાર મીડિયા સામે આવતા, કેટલાક નિરીક્ષકો એવું કહેતા હતા કે, નરેશ પટેલ ગજબની દ્વિધા અનુભવી રહ્યા છે. એમને રાજકારણમાં જતા અટકાવતા અનેક પરિબળો કામ કરી રહ્યા હોવાનું રાજકીય પંડિતો માનવા લાગ્યા હતા. એક મુખ્ય અને મહત્વનું પરિબળ જે એમને રાજકારણમાં જતા રોકે છે એ એમના ખૂબ જ અંગત અને વિશ્ર્વાસુ સલાહકારોએ આપેલી સલાહ માનવામાં આવે છે.

જાણકાર સુત્રોનું માનીએ તો નરેશ પટેલ એમની નિષ્કલંક અને નિરવિવાદી સમાજ સેવક તરીકેની છબીને કોઈ આંચ આવે તેવું ઇચ્છતા નથી અને એમના વિશ્ર્વાસુ સાથીદારો અને પરિચિતો પણ ફરી-ફરીને નરેશ પટેલને એક જ સલાહ આપી રહ્યા છે કે, રાજકારણ તો ભાઈ, કાજળની કોટડી છે આપ ખૂબ જ કોરી પાટી ધરાવતા આગેવાન છો એટલે આપને ડાઘ લાગે એવું પગલું ભરાઈ નહીં. રાજકારણ એક એવો વ્યવસાય છે જ્યાં ગમે તેવા પવિત્ર માણસને પણ ક્યારે ડાઘ લાગી જાય છે એ નક્કી હોતું નથી. પોતે એવા કામો કર્યા હોય એટલે ડાઘ લાગે એવું હોતું નથી. પણ રાજકીય હરીફો કોઈપણ ભોગે પ્રપંચ કરીને વ્યક્તિને વિવાદમાં ઘસડવાની કોશિશ કરતા જ હોય છે અને ક્યારેક આવી જતા હોય છે. આ તમામ મુદ્દાઓનાં પરીપ્રેક્ષીયમાં નરેશ પટેલ અને ટીમ દ્વારા ઊંડી ચર્ચા- વિચારણા કરવામાં આવી છે. સામાજીક રીતે પણ મહત્વની વ્યક્તિઓ અને સમાજ આગેવાનોનાં અભિપ્રાય લેવામાં આવ્યા છે. જેના આધારે નિર્ણયનાં લાભાલાભ પર ખૂબ જ ઊંડું ચિંતન અને મનન કરવામાં આવ્યું છે. જેના કારણે નરેશ પટેલે આજે કોઈ જાહેરાત નહીં કરવાનું નક્કી કર્યું છે.

Read About Weather here

ખોડલધામ યાત્રાધામનાં નિર્માણથી માંડીને સમાજનાં, વિકાસનાં દરેક મુદ્દાઓ અને પ્રશ્ર્નોને લાગેવળગે છે ત્યાં સુધી મોરચા પર રહીને રાત-દિવસ પોતાના સમાજ અને અન્ય સમાજોની પણ વ્હારે જવાની ખ્યાતિ ધરાવતા નરેશ પટેલને લેઉવા સમાજ સહિતનો તમામ સમાજ આદરભરી નજરે નિહાળે છે. નરેશ પટેલ વ્યવહારમાં ખૂબ જ મિલનસાર, વાતચીતમાં ખૂબ સરળ-સહજ વ્યક્તિ તરીકેની આભા ધરાવે છે. કોઈપણ પ્રશ્ર્નને ખૂબ જ શાંતિ અને ધીરજથી સમજે છે, મનન કરે છે અને તેના યોગ્ય નિરાકરણની દિશામાં આગળ વધે છે. એમની અભ્યાસુવૃતિને કારણે જ તેઓ સમાજનાં ધાર્મિક અને શૈક્ષણિક પ્રોજેક્ટ પરીપૂર્ણ કરાવવામાં હંમેશા મહત્વનું યોગદાન આપતા રહ્યા છે. પટેલ સમાજ સિવાય અન્ય કોઈપણ સમાજ એમનો પ્રશ્ર્ન લઈને આવે તો તેઓ એક વડીલની અદાથી મામલો હાથમાં લઈને શક્ય તેટલી મદદ કરવામાં પાછીપાની કરતા નથી. એટલે જ તેઓ તમામ સમાજમાં સરખો આદર અને માન ધરાવતા સામાજીક અગ્રણીનું બિરુદ મેળવી શક્યા છે. એમને આ બિરુદ રાજનીતિને કારણે છીનવાઈ જાય એ જરાય પાલવે તેમ નથી. એ સંદર્ભમાં જોતા નરેશભાઈએ રાજકારણમાં જવાનું માંડી વાળ્યું હોય એ શક્ય છે. એ અંગે તેઓ અનુકુળતાએ કારણો જાહેર કરે તેવી સંભાવના છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here