વિવિધ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપતા કલેકટર

વિવિધ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપતા કલેકટર
વિવિધ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપતા કલેકટર
રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કલેક્ટએ વિવિધ પડતર પ્રથ્નોનો તાગ મેળવીને તેને વહેલાસર ઉકેલવા માટે સૂચનો આપ્યાં હતાં. એટલું જ નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કલેક્ટરએ દિશાનિર્દેશ આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જિલ્લામાં વિવિધ વિભાગોના પડતર પ્રશ્ર્નો ચર્ચાયા હતા. કલેક્ટરએ માર્ગ અને મકાન વિભાગ, વનવિભાગ, પીજીવીસીએલ, શિક્ષણવિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સિંચાઈ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, પૂરવઠા વિભાગ, જમીન અને સંપાદન, ખેતી અને પશુપાલન ક્ષેત્ર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી, તેમના વિભાગોની પ્રગતિનો અહેવાલ જાણ્યો હતો. એટલું જ નહીં, વિવિધ પડતર પ્રશ્નોનો વહેલાસર ઉકેલ કેમ લાવવો તે અંગે પણ કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત જિલ્લામાં કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓના લાભો વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવા અને મહત્તમ લોકો સુધી વિકાસના ફળ કેવી રીતે પહોંચાડવા તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ અંગો લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ કલેક્ટરએ અધિકારીઓને અપીલ કરી હતી. કલેક્ટરએ કચેરીના બાકી તુમાર અંગે પણ જાણકારી મેળવીને સંબંધિત કચેરીના અધિકારીઓને સૂચના આપી હતી.

Read About Weather here

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, અધિક કલેક્ટર અને ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર એન.આર. ધાધલ, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા પૂરવઠા અધિકારી સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here