વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની 2 સેન્ચુરી પૂર્ણ કરી…!

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની 2 સેન્ચુરી પૂર્ણ કરી...!
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની 2 સેન્ચુરી પૂર્ણ કરી...!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના ખરાબ પ્રદર્શન અને સતત ક્રિકેટના કારણે આરામ લઈ રહ્યો છે. તે સાઉથ આફ્રિકા સામેની આગામી ટી20 શ્રેણીમાં નહીં રમે. ક્રિકેટના મેદાનમાંથી થોડો બ્રેક લીધા બાદ પણ ચાહકોમાં કોહલીનો ક્રેઝ ઓછો થયો નથી.કોહલીએ આ મામલે નવો રેકોર્ડ હાંસલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની 2 સેન્ચુરી પૂર્ણ કરી...! ઇન્સ્ટાગ્રામ

તે 200 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.દુનિયાભરના તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની યાદીમાં કોહલી ત્રીજા નંબરે આવે છે. . કોહલીએ આ IPL 2022 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે કુલ 16 મેચ રમી, જેમાં તેણે 22.73ની નબળી સરેરાશથી માત્ર 341 રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર બે અર્ધસદી ફટકારી અને ત્રણ વખત ગોલ્ડન ડક માટે આઉટ થયો. ટીમ ઈન્ડિયાએ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેમના ઘરે 5 T20 મેચોની શ્રેણી રમવાની છે. તેમાં કોહલીને આરામ મળ્યો છે.

Read About Weather here

વિશ્વભરમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે તે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ત્યારબાદ આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને મેસીના 334 મિલિયન (33.4 મિલિયન) ચાહકો છે.વિરાટ કોહલી તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમતા જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here