જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયાનો પદગ્રહણ સમારોહ યોજાયો
રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અર્જુનભાઈ ખાટરીયાએ ચાર્જ સંભાળ્યો છે. અર્જુનભાઈ ખાટરીયાએ જણાવ્યું છે કે સમગ્ર જીલ્લામાં ખૂબ જ ટૂંકા સમયમાં તાલુકા કક્ષાએ પહોંચી સંગઠનનું માળખુ જેટ ગતીની સ્પીડથી નિમણૂંક કરી તમામ હોદ્ેદારોને કાર્યરત કરી સમગ્ર જિલ્લામાં કોંગ્રેસને જીવતુ અને ધબકતુ કરવામાં આવશે.
તમામ તાલુકા કક્ષાએ જઈ રૂબરૂ મિટિંગો, તાલુકાની પરિસ્થિતિ, તમામ કાર્યકર્તાઓ સાથે પરીચય મેળવી કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ વધે અને આવતી વિધાનસભામાં કોંગ્રેસનો શ્રેષ્ઠ દેખાવ થાય તેમજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા ઓને ઉજાગર કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
આજના કાર્યક્રમમાં પ્રભારી રૂત્વીકભાઈ મકવાણા (ધારાસભ્ય ચોટીલા) અને ભીખુભાઈ વાડોતરીયા, ધારાસભ્યઓ લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હિતેષભાઈ વોરા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શહેનાઝબેન બાબી, મહીલા કોંગ્રેસ અગ્રરી શૈલેષભાઈ કપુરીયા સહિતના આગેવાનો કાર્યકરો
Read About Weather here
અને જીલ્લા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવામાં સુરેશભાઈ બથવાર, શૈલેષભાઈ કપુરીયા અને મનુભાઈ કષ્ટભંજને જહેમત ઉઠાવેલ હતી અને કાર્યક્રમનું આયોજન વિરલ ભટ્ટે કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here