વિધવા સહાયના નામે વૃધ્ધાઓના દાગીના ઠગાઈથી લઇ લેતી મહિલાની ધરપકડ

વિધવા સહાયના નામે વૃધ્ધાઓના દાગીના ઠગાઈથી લઇ લેતી મહિલાની ધરપકડ
વિધવા સહાયના નામે વૃધ્ધાઓના દાગીના ઠગાઈથી લઇ લેતી મહિલાની ધરપકડ
શહેરના બેડીનાકામાં રહેતા લીલાવંતીબેન સુરાણી નામના વૃધ્ધા ગત 9 તારીખે મંદિરે જતા હતા ત્યારે એક મહિલાએ બોલાવી તમને મળતી વિધવા સહાયમાં વધારો કરી 7 હજાર અપાવી દઈશ તેમ કહી સિવિલ હોસ્પિટલે લઇ જઈ દાગીના કાઢી નાખો ફોટોવાળા બહેન જોઈ જશે તો વધુ સહાય નહિ આપે તેમ જણાવી દોઢ લાખની બે બંગડી છેતરપીંડીથી મેળવી લઇ નાશી ગયાની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાને અંજામ આપનાર આણંદની શાતીર મહિલાને ઝડપી લઇ તમામ મુદામાલ કબજે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એ ડીવીઝન પોલીસમાં આ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય બી જાડેજા અને ટીમે તપાસ આરંભી હતી દરમ્યાન આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી મહિલાએ અગાઉ રાજ્યભરમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો હોય તે અંગે પીઆઈ જાડેજા વાકેફ હોય સીસીટીવી આધારે આણંદના ઉમરેઠ ગામના ઠાકોરવાસમાં રહેતી સાઈદાબીબી ઉર્ફે શાહિદાબાનું ઉર્ફે સલમા ફિરોઝખાન પઠાણ ઉ .36 ને ઝડપી લઇ તેની પાસેથી દાગીના કબજે કર્યા હતા આ મહિલા ભીડભાડવાળા સ્થળોએ એકલા હોય અને દાગીના પહેર્યા હોય તેવા મોટી ઉંમરના મહિલાઓને ટાર્ગેટ કરી પેન્શનમાં વધારો કરવાના બહાને વિશ્વાસ કેળવી દાગીના કઢાવી નાશી જતી હોવાની એમઓ ધરાવે છે .

Read About Weather here

શાતીર દિમાગ ધરાવતી આ મહિલાએ 2014 થી અત્યાર સુધીમાં આ મોડસ ઓપરેન્ડીથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જઈ બે ડઝન ગુનાઓને અંજામ આપ્યા છે અને બે વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચુકી છે રાજકોટમાં સપ્તાહ પૂર્વે ગુનાને અંજામ આપ્યાના એક માસ પહેલા મહેસાણામાં પણ એક મહિલાના દાગીના લઇ લીધા હોવાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here