એનસીપીના અધિકારીએ જણાવ્યું હતું કે એક મહિલા યુગાન્ડાથી કેફી દ્રવ્ય લઈને આવવાની છે એવી ચોક્કસ બાતમી મળ્યા પછી જાપ્તો રાખવામાં આવ્યો હતો. મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર યુગાન્ડાથી આવેલી એક મહિલાને આંતરી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ત્રણ કરોડની કિંમતનું હેરોઇન અને કોકેન પકડી પાડયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
કેફીદ્રવ્ય ભરેલી ૬૪ કેપ્સુઅલ શરીરમાં છૂપાવી દાણચોરીથી લાવવાનો પ્રયાસ સતર્ક અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યો હતો.૨૮મી મેના રોજ યુગાન્ડાથી આવેલી મહિલાની પૂછપરછ કરવામાં આવતા અને સામાન તપાસવામાં આવતા કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું. આથી એવી શંકા ગઈ હતી કે તેણે પોતાના શરીરમાં કેફીદ્રવ્ય છૂપાવ્યું હશે. આથી તેને તરત જ સરકારી જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ એક્સ-રે કાઢ્યો હતો.
Read About Weather here
૨૮મી મે અને ૩જી જૂન દરમિયાન મહિલાના પેટમાંથી આ કેપસ્યુઅલ કાઢવાની કામગીરી પૂરી થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો તરફથી તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. ત્યાર બાદ મહિલાના પેટમાંથી હેરોઇન ભરેલી ૪૯ કેપ્સ્યુઅલ અને કોકેન ભરેલી ૧૫ કેપ્સ્યુઅલ બાર કાઢવામાં આવી હતી. આમ ઇન્ટરનેશનલ માર્કેટમાં ત્રણ કરોડની કિંમતનું કેફીદ્રવ્ય પકડી પાડવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here